ધારીના ગરમલી ગામે નીંદ્રાધીન બાળક પર દીપડાનો હુમલો

ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!
ચૂંટણીમાં ઈવીએમ મશિનથી નહીં પરંતુ બેલેટ પેપર યોજાવાની...!!

ઇજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો ; વનવિભાગે પાંજરા મુખ્ય

ધારી તાલુકાના ગરમલી ગામે ખેત મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારનો પાંચ વર્ષનો બાળક રાત્રિના માતા-પિતા વચ્ચે સૂતો હતો ત્યારે મધરાત્રે દીપડાએ હુમલો કર્યો હતો માતા-પિતા જાગી જતા દેકારો કરતા દીપડો ભાગી ગયો હતો માસુમ બાળકને ઈજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ધારી તાલુકાના ગરમલી ગામે પેટિયું રળવા આવેલા પરપ્રાંતિય પરિવાર રાત્રિના સમયે વાડીએ સૂતો હતો ત્યારે અગિયારેક વાગ્યાના અરસામાં દંપતી વચ્ચે સુતેલા પૂનમ તોલસીગ ભુરીયા નામના પાંચ વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને બાળકને લઇને ભાગવા જતા બાળકના માતા-પિતા જાગી ગયા હતા ઘટનાને પગલે દંપતીએ દેકારો કરતા દીપડો માસુમ બાળકને મૂકીને ભાગી ગયો હતો બાળકને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ચલાલા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Read About Weather here

પ્રાથમિક પૂછતાછમાં ઇજાગ્રસ્ત પૂનમ ભુરીયા એક ભાઇ અને એક બહેનમાં મોટો છે અને રાત્રીના માતા-પિતા વચ્ચે સૂતો હતો ત્યારે દીપડો અચાનક આવી જતા પૂનમ ભુરિયાને લઇને ભાગવાની કોશિશ કરતા માસુમ બાળકને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.