કંગનાએ તાજેતરમાં જ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. કંગના રનૌત હાલમાં ‘ધાકડ’ ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે. આ ઇન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું હતું કે ઇન્ડસ્ટ્રીમાં તેનો કોઈ ફ્રેન્ડ નથી. આ સાથે જ તેણે એમ પણ કહ્યું હતું કે તે પોતાના ઘરે બોલિવૂડના એક પણ સેલેબ્સને બોલાવવાનું પસંદ કરતી નથી.કંગનાને ઇન્ટરવ્યૂમાં સવાલ કરવામાં આવ્યો હતો કે બોલિવૂડમાંથી કયા ત્રણ સેલેબ્સને તે સન્ડે બ્રંચ માટે ઇન્વાઇટ કરશે.
Visit Saurashtra Kranti Homepage here

એક્ટ્રેસે કહ્યું હતું કે બોલિવૂડમાંથી આ સેવા માટે કોઈ પણ લાયક નથી. ઘરે તો ક્યારેય બોલાવશે નહીં. બહાર મળવાનું હોય તો ઠીક છે.કંગનાને વાતચીતમાં સવાલ કરવામાં આવ્યો હતો કે બોલિવૂડમાં તેનો કોઈ મિત્ર છે કે નહીં? કંગનાએ આ સવાલ પર રિએક્ટ કરતાં કહ્યું હતું કે બિલકુલ નહીં. આ લોકો તેના મિત્ર બનવાને લાયક નથી. તેના માટે ક્વૉલિફિકેશન જોઈએ.
Read About Weather here

કંગનાએ અન્ય એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ફિલ્મમાં જે લોકોએ પણ તેની સાથે કામ કર્યું છે, તેમણે બોલિવૂડમાંથી બોયકોટ થવાનું જોખમ ઉઠાવ્યું છે. તેની ફિલ્મમાં કાસ્ટિંગ એક મોટી સમસ્યા હતી.કંગનાએ એક્શન થ્રિલર ફિલ્મ ‘ધાકડ’માં એજન્ટ અગ્નિના રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં અર્જુન રામપાલ તથા દિવ્યા દત્તા લીડ રોલમાં છે.આ ફિલ્મને રજનીશ ઘાઈએ ડિરેક્ટ કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here