પાંચ દિવસ રાજકોટ, દ્વારકા, પોરબંદર, સોમનાથ, જૂનાગઢ જિલ્લામાં પરિભ્રમણ
માનવ અધિકારોનું રક્ષણ, અપરાધ મુક્ત સમાજ નિર્માણ અભિયાન તથા લોકચેતના વિકાસ આંદોલનનો શંખનાદ: કુરૂક્ષેત્ર-હરિયાણાથી શુભારંભ, ગુજરાતમાં જૂનાગઢ ખાતે સમાપન
ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાનના સંસ્થાપક અધ્યક્ષ અને ગીતાના કર્મવિજ્ઞાનના વિદ્વાન આદરણીયશ્રી રામકૃષ્ણ ગોસ્વામીજીના શીર્ષ નેતૃત્વમાં માનવ અધિકારોનું રક્ષણ, અપરાધોની રોકથામ, સામાજિક ન્યાય, રાષ્ટ્રીય સુરક્ષા તથા વિશ્ર્વશાંતિ માટે ભગવત ગીતાના કર્મવિજ્ઞાન દ્વારા લોકચેતના વિકાસનું મહા અભિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં ગીતા માર્ચના રૂપમાં આયોજીત થશે. આજથી 6 એપ્રિલ દરમિયાન ગીતા માર્ચ અર્થાત ભગવત ગીતા જ્ઞાન-વિજ્ઞાન મહાયજ્ઞ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
ગાંધીનગર સ્થિત ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના શીર્ષ નેતૃત્વ સાથે વ્યાપક વૈચારિક મંથન કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે કે માનવ અધિકારોની સાર્વભૌમ ઘોષણા અને નાગરિક કર્તવ્યોની સંવૈધાનિક બુનિયાદ પર લોકચેતના વિકાસ અભિયાન ચલાવવામાં આવે. ધર્મભૂમિ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ગાંધી દાંડી માર્ચ, આઝાદી કા અમૃત મહોત્સવ તથા નવા વિક્રમ સવંત 2079 ના અનુસંધાને ગીતા માર્ચ આયોજીત કરવામાં આવી છે. આ માટે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ જસ્ટીસ રવિ ત્રિપાઠીએ જે-તે જિલ્લાના કલેકટરઓને નિર્દેશ આપેલ છે કે પોત-પોતાના ક્ષેત્રમાં ભારતીય ચરિત્ર નિમાર્ણ સંસ્થાનની પાંચ દિવસીય ગીતા માર્ચને જરૂરી સહયોગ પ્રદાન કરે.
તા.12 માર્ચના રોજ કુરૂક્ષેત્રથી શરૂ થયેલી ગીતા માર્ચ રાજસ્થાનના અલવર, જયપુર, પાલી, જોધપુર, બાડમેર, ગુજરાતમાં અમદાવાદ તથા સૌરાષ્ટ્રમાં 2 એપ્રિલે રાજકોટથી પ્રારંભ થશે. જે મશ: 3 એપ્રિલે દેવભૂમિ દ્વારિકા, 4 એપ્રિલ પોરબંદર, 5 એપ્રિલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ પહોંચશે. જેનું સમાપન અનુક્રમે 6 એપ્રિલે એગ્રીકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ ખાતે થશે. રસ્તામાં રાજકોટ પડધરી, ધ્રોલ, જામનગર, કેશોદ વગેરે શહેરોમાં સેવાકીય સંસ્થાઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવશે. ઐતિહાસિક અને જન જાગરણના દ્રષ્ટિકોણથી મહાન અને મહત્ત્વપૂર્ણ એવી આ ગીતા માર્ચને વિવિધ યુવિનર્સિટીઓ, કોલેજો અને અનેક સેવાકીય સંસ્થાઓનું વ્યાપક સમર્થન મળી રહ્યું છે. સૌ સાથે મળી ભગવત ગીતાનો સંદેશ પણ ઝીલશે.
આ યાત્રાને સફળ બનાવવા માટેની તમામ વ્યવસ્થા ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાનના સૌરાષ્ટ્ર-કચ્છના અધ્યક્ષ પ્રો. ડો. જે. એમ. પનારા, સંયોજક ગૌતમભાઈ ધમસાણિયા, યોજના પ્રમુખ પ્રો. ડો. જીવાભાઈ વાળા (સોમનાથ-વેરાવળ) એડવોકેટ નરેન્દ્રસિંહ સોઢા (કચ્છ-ભૂજ) એડવોકેટ રાજેન્દ્રસિંહ રાજપુરોહિત (જોધપુર-રાજસ્થાન), પ્રો. કિરણભાઈ ડામોર (વેરાવ), પ્રો. હરેશભાઈ બાંભણિયા (સુરેન્દ્રનગર), ઉમેશભાઈ હાંસલિયા (કેશોદ), પ્રો. ડો. યશવંત ગોસ્વામી (રાજકોટ), ડો. પુનિલ ગજ્જર (જૂનાગઢ) વગેરે સંભાળી રહ્યા છે.
Read About Weather here
કાલે જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલય તથા ઉમિયાજી મહિલા કોલેજ ધ્રોલ ખાતે પ્રિ. બી.જી. કાનાણીના માર્ગદર્શનમા સંસ્થાની દીકરીઓ, હોદ્દેદારો તથા કર્મચારી ગણ યાત્રાનું સ્વાગત કરશે. તા.4 ને સોમવારે દ્વારકાધીશ મંદિર ખાતે જયપ્રકાશ નારાયણ દ્વિવેદીના નેતૃત્વમાં ગીતાજીનું પૂજન-અર્ચન કરવામાં આવશે. તા.5 ને મંગળવારે વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિ. ના કુલપતિ લલિતભાઈ પટેલના નેતૃત્વમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા – સંવાદ થશે. અંતમાં તા.6 એપ્રિલે જુનાગઢ ખાતે એગ્રીકલ્ચર યુનિ. ના કુલપતિ એન. કે. ગોંટિયાના નેતૃત્વમાં અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા-સંવાદ થશે. યાત્રાના તમામ સ્થળોએ ગોસ્વામીજી દ્વારા ગીતાજીનો પ્રેરક સંદેશ આપવામાં આવશે.તેમ ગૌતમભાઈ જી.ધમસાણિયા (સંયોજક) અને પ્રો.ડો.જે.એમ. પનારા (અધ્યક્ષ) એ જણાવ્યું છે
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here