ધંધૂકા પાસે ખાનગી બસ પલ્ટી મારી જતા 3 બાળકો સહિત 35ને ઇજા, 11 ગંભીર

કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?
કોરોના ગ્રસ્ત પરિવારો માટે સહાયની યોજના ‘ઝાંઝવાના જળ’ બનશે?

ડ્રાયવરે કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો

આજે વહેલી સવારે ધંધૂકા-બગોદરા રોડ પર ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી. આ ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા,

Visit Saurashtra Kranti Homepage here

જેમાં 3 નાનાં બાળક સહિત 11 ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના ધંધૂકાના ખડોળ પાટિયા પાસે બની હતી. બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી.

ધંધૂકા-બગોદરા રોડ પર આજે મંગળવારે વહેલી સવારે ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ ગઈ હતી.ગોઝારા અકસ્માતની ઘટનામાં 35થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા,

જેમાં 11 ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ટ્રાવેલ્સ બસ અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ આવી રહી હતી એ દરમિયાન એને અકસ્માત નડ્યો હતો.

4ની હાલત નાજુક જણાતાં સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા. એમાં 3 નાનાં બાળક સહિત 11 લોકો ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ગમખ્વાર અકસ્માતની ઘટનાની જાણ થતાં 6 જેટલી 108 ઘટનાસ્થળે પહોંચી હતી.

ઇજાગ્રસ્તોને ધંધૂકા હોસ્પિટલે સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તોમાં 4ની હાલત નાજુક જણાતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાન દ્વારા વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલે ખસેડાયા હતા.

Read About Weather here

વહેલી સવારે બનેલી આ અકસ્માતની ઘટનાની જાણ થતાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here