છેલ્લા 6 વર્ષથી દેવભૂમિ દ્વારકા જિલ્લાને નવોદય વિદ્યાલયનું કેન્દ્ર આપવામાં આવ્યું છે. જામ કલ્યાણપુર તાલુકાના ધતુરિયા ગામે નવોદય વિદ્યાલયની વિશાળ બિલ્ડીંગનું નિર્માણ થવા પામ્યું છે, અને હોસ્ટેલ સુવિધા સાથેની બિલ્ડીંગનું લગભગ છ મહિનાથી સંપૂર્ણ કામ થઇ ગયું છે.
Visit Saurashtra Kranti Homepage here
જેમાં અત્યારથી શાળા કાર્યરત કરવી હોય તો થઈ શકે એમ છે પરંતુ કલ્યાણપુરમાં એક ભાડાના મકાનમાં આ વિદ્યાલય ચાલવાય છે. અને નવા સત્રથી પણ નવનિર્મિત નવોદય વિદ્યાલય કાર્યરત થાય તેવી શક્યતાઓ નથી દેખાઈ રહી સ્થાનિક નેતાઓને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રજૂઆત કરતા તેઓ પણ યોગ્ય કાર્યવાહી થઈ નથી, સત્વરે નવોદય વિદ્યાલય શરૂ કરવા વાલીઓની માંગ એટલા માટે છે કે અત્યારે કાર્યરત નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 થી પ્રવેશ તો અપાય છે, પરંતુ ઓફલાઇન શિક્ષણ માત્ર 9 અને 10ના વિદ્યાર્થીઓને જ અપાઈ રહ્યું છે.
Read About Weather here
અન્ય વર્ગના વિદ્યાર્થીઓને ઓનલાઈનના નામે ભવિષ્ય સાથે ખીલવાડ કરવામાં આવી રહ્યો છે ગામડાંઓમાં નેટવર્ક સમસ્યા હોવાથી ઓનલાઈન લેક્ચર સારી રીતે વિદ્યાર્થીઓ જોઈ શકતા નથી, તેથી નાવોદયમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓના ભણતર ઉપર માઠી અસર જોવા મળી રહી છે તેથી વાલીઓ વારંવાર રજૂઆત કરી નવનિર્મિત નવોદય વિદ્યાલય આ સત્રથી જ શરૂ કરવા માંગ કરી રહ્યા છે વાલીઓ સાથેની વાતચીત દરમ્યાન વાલીઓનું કહેવું છે કે, તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ વિદ્યાલય કાર્યરત કરાવીને વાલીઓની માંગણી પૂર્ણ કરે તેમ યાદીમાં જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here