સાયલાના મોટી મોરસલ ગામનાનો બનાવ:આધેડના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટ મોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયો ; પોલીસ તપાસનો ધમધમાટ
સાયલા તાલુકાના મોટી મોરસલ ગામે દોઢ માસથી ગુમ થઈ ગયેલા આધેડનો ગામમાં બંધ મકાનના ભોંટાકામાંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકની લાગણી સાથે અરેરાટી મચી જવા પામી છે. ભોંટાકાના ઢાંકણા પર પથ્થરો મુકયા હોવાથી આધેડની હત્યા થયાની આશંકા સાથે આધેડના મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડાયા છે.
Visit Saurashtra Kranti Homepage here
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સાયલા તાલુકાના મોટી મોરસલ ગામે રહેતા શવસીભાઈ ચતુરભાઈ ડાભી નામના 50 વર્ષના આધેડનો ગામમાં બંધ મકાનના ભોંટાકામાંથી મૃતદેહ મળી આવતા પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પ્રાથમિક પુછતાછમાં શવસીભાઈ ડાભીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શવસીભાઈ ડાભી દોઢ માસથી ઘરેથી નીકળી ગયા હતા પરંતુ શવસીભાઈ અવાર-નવાર ગાડીમાં જતા રહેતા હોવાથી પરિવારને ગાડીમાં ગયાની શંકાને આધારે આધેડ ગુમ થયા અંગેની પોલીસમા જાણ કરી ન હતી પરંતુ દોઢમાસ જેટલો સમય વીતી જવા છતાં સવસીભાઈ ડાભી ઘરે પરત નહીં ફરતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી.
Read About Weather here
દરમિયાન ગામમાં બંધ પડેલા સુગાભાઈ લાખાભાઈ વાઘેલાના રહેણાંક મકાનના ભોંટાકામાંથી શવસીભાઈ ડાભીનો મૃતદેહ મળી આવ્યો હતો. ટાકાના ઢાંકણા ઉપર પથ્થરો પડ્યા હોવાથી આધેડને ટાકામાં ફેંકી દઈ હત્યા થઈ હોવાનું પરિવારે શંકા વ્યકત કરતા પોલીસે આધેડના મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સીક પીએમ અર્થે મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પીએમ રીપોર્ટ આવ્યા બાદ આધેડના મૃત્યુનુ કારણ જાણવા મળશે તેવું પોલીસસુત્રોમાંથી જાણવા મળ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here