દેશમાં બે દિવસમાં 84.4 લાખ બાળકોનું વિક્રમી રસીકરણ

દેશમાં બે દિવસમાં 84.4 લાખ બાળકોનું વિક્રમી રસીકરણ
દેશમાં બે દિવસમાં 84.4 લાખ બાળકોનું વિક્રમી રસીકરણ

15 થી 18 વર્ષની વયજૂથનાં તરૂણો ઉત્સાહ સાથે ઉમટે છે: બે દિવસમાં સંખ્યા 1 કરોડ સુધી પહોંચવાની સંભાવના: કોરોના સામે સુરક્ષા કવચ ધારણ કરવા તરૂણોએ કતારો લગાવી

દેશના તરૂણ વયના બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ પ્રદાન કરવા માટે રસીકરણ ઝુંબેશ શરૂ થઇ ગઈ છે અને બે દિવસમાં જ દેશના 84.4 લાખ બાળકોને કોરોના વેક્સિન આપી દેવાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

આંકડો વધી રહ્યો છે અને આવનારા બે દિવસમાં વેક્સિન લેનારા તરૂણોની સંખ્યા એક કરોડનો આંક પાર કરી જવાની સંભાવના છે. તેમ આરોગ્ય મંત્રાલયનો અહેવાલ જણાવે છે.

સિનિયર અધિકારીએ જણાવ્યા મુજબ બાળકોને રસીકરણનાં પહેલા જ દિવસે 42 લાખ બાળકોને રસી અપાઈ ગઈ હતી. 15 થી 20 દિવસમાં 90 ટકા બાળકોને પ્રથમ ડોઝ આપી દેવાનું લક્ષ્યાંક સરકારે નક્કી કર્યું છે.

15 થી 18ની વયજૂથમાં 7.4 કરોડ બાળકોને રસી આપવાની છે. સરકાર ધીમે-ધીમે રસીકરણ ઝુંબેશમાં તમામ વયજૂથનાં નાગરિકોને આવરી લેવા માંગે છે. અત્યારે તરૂણોને કો-વેક્સિન રસી અપાઈ રહી છે.

અત્યાર સુધીમાં 98.9 લાખ તરુણોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધુ ગુજરાતમાં 11 લાખ અને મધ્યપ્રદેશમાં 10 લાખ બાળકોને રસી આપી દેવામાં આવી છે. એ પછીનાં ક્રમે આંધ્ર,

Read About Weather here

રાજસ્થાન અને કર્ણાટકમાં નોંધપાત્ર સંખ્યામાં તરુણોને પહેલો ડોઝ આપી દેવાયો છે. મંગળવારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તરુણો રસી લેવા માટે ઉમટ્યા હોવાથી વેક્સિનેશન કામગીરીમાં વેગ લાવવો પડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here