દેશમાં પહેલીવાર રાજકોટમાં થયેલી કોરોના મૃતકોની ઓટોપ્સીના તારણો જાહેર થવા જરૂરી

13
RAJKOT-CORONA-રાજકોટ
RAJKOT-CORONA-રાજકોટ

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં 32 મૃતદેહોની ઓટોપ્સી થઇ હતી

કારણો જાણીને લોકો વધુ સાવઘ બની શકે અને સારવારના ઉપાય મળે

ગયા વર્ષે 2020માં કોરોના વિસ્ફોટ દરમ્યાન સેંકડો દર્દીઓના મૃત્યુ થયા હતા. એ સમયે કોરોનાથી મોત કેમ થાય છે એ શોધવા માટે ગુજરાતમાં પહેલીવાર રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં મૃતક કોરોના દર્દીઓની ઓટોપ્સી કરવામાં આવી હતી. તેના મેડીકલ કારણો અને તારણો એક વર્ષ પછી પણ જાહેર કરવામાં આવ્યા નથી. ઓટોપ્સીના રીપોર્ટની વિગતો જન હિતમાં જાહેર થવી જોઇએ તેવી માંગણી લોકોના વિવિધ વર્ગોમાં થઇ રહી છે અને આરોગ્ય નિષ્ણાંતો તથા સંશોધકો પણ આતુરતાથી રીપોર્ટની રાહ જોઇ રહયા છે. રાજકોટમાં 32 મૃતદેહોની ઓટોપ્સી થઇ હતી. અમદાવાદમાં પણ પછી થઇ હતી.

Read About Weather here

આ એક વૈજ્ઞાનિક રીસર્ચ છે. જેનો ઉદેશ એ જાણવાનો હોય છે કે, કોરોના વાઇરસે શરીરના કયાં અંગ પણ વધુ ધાતક અસર કરી છે અને તેને કઇ રીતે રોકી શકાય તબીબોને પણ કઇ રીતે દવા કરવી તેનું માગદર્શન મળી શકે છે. તારણો જાહેર થાય તો એ મુજબ લોકો પણ સાવધાની રાખવાનું માર્ગદર્શન મેળવી શકે. ચીનના વુહાનમાં ઓટોપ્સી બાદ રોગ પર કાબુ મેળવી લેવાયો હતો. એ યાદ કરવું પડે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here