ખેડૂતો અને આમ જનતા માટે ખુશાલી રૂપ એવી આગાહી થઇ છે. ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું છે કે, આ વર્ષે ચોમાસું વહેલું આવી શકે છે અને અંદામાન- નિકોબાર ટાપુઓ પર 15મી મે નાં રોજ નૈઋત્યનું ચોમાસું બેસી જાય અને ઉતર તરફ આગળ વધવા લાગે તેવી સંભાવના છે. આ વર્ષે નૈઋત્યનું ચોમાસું દેશમાં વહેલું પધારવાની આગાહી હવામાન ખાતાએ વિવિધ પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં લઈને કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
હવામાન ખાતાની ભુવનેશ્ર્વર કચેરીએ ટ્વીટર પર દર્શાવ્યું છે કે, 15મી મે ની આસપાસ નૈઋત્યનું ચોમાસું દક્ષિણ આંદામાન અને દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી સુધીમાં પહોંચી જવાની સંભાવના છે. ત્યારબાદ કેરળમાં પણ ચોમાસું વહેલું બેસી જશે અને ઉતર તરફ આગળ વધશે. તેવું દેખાઈ રહ્યું છે. સામાન્ય રીતે કેરળમાં 1લી જૂનથી ચોમાસું બેસી જતું હોય છે. પરંતુ આ વખતે કેરળમાં મેઘરાજાની પધરામણી એક સપ્તાહ વહેલી થવાની સંભાવના છે.
હાલમાં દેશભરમાં ભયંકર ગરમીનું મોજું ચાલી રહ્યું છે. એમાં જો ચોમાસું વહેલું આવી જાય તો લોકોને આકરી ગરમીથી ઘણી રાહત મળી જશે. આવનારા પાંચ દિવસ સુધી આંદામાન અને નિકોબાર ટાપુઓમાં હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અમૂક સ્થળે ભારે વરસાદની પણ શક્યતા છે અને પ્રતિકલાક 40 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે.
Read About Weather here
અત્યારે ઉતર ભારત અને ગુજરાતમાં હીટવેવ વધુ આકરું બનતા લોકો અકળાઈ ઉઠ્યા છે. પણ ચોમાસાનાં સમય કરતા વહેલા આગમનને કારણે તા.14 મે થી હીટવેવ ઓસરી જવાની શક્યતા છે. આવતા ત્રણ દિવસમાં જ મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. બીજીતરફ અસાની વાવાઝોડું પણ નબળું પડી ગયું છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here