દેશમાં ક્રિપ્ટો હવે લીગલ

દેશમાં ક્રિપ્ટો હવે લીગલ
દેશમાં ક્રિપ્ટો હવે લીગલ
સીતારમણે જણાવ્યું હતું કે ઈલેક્ટ્રોનિક્સ પર લાગતા ટેક્સ પર છૂટ મળશે, જ્યારે રત્ન અને આભૂષણ તથા કસ્ટમ ડ્યૂટી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. સ્ટીલ અને સ્ક્રેપ પર કસ્ટમ ડ્યૂટી વધુ એક વર્ષ માટે વધારી દેવામાં આવી છે.મૂડીરોકાણ મોટા ઉદ્યોગો અને MSME બંનેને રોજગાર વધારવામાં મદદ કરે છે. આશા-અપેક્ષાઓ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમનું ચોથું બજેટ રજૂ કરી દીધું છે. સંસદમાં તેમણે 90 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

એમાં સૌથી મોટી બે જાહેરાત ડિજિટલ સેક્ટરની હતી. જ્યારે આ બજેટ મધ્યમવર્ગને નિરાશા અપાવે એવું હતું. આ બજેટમાં ઈન્કમટેક્સ સ્લેબમાં કોઈ રાહત આપવામાં આવી નથી, તેથી ભાજપની મોટી વોટ બેન્ક ગણાતો મધ્યમવર્ગ આ બજેટથી ઘણો જ નારાજ છે.મહામારીની અસરથી બહાર આવવા આ જરૂરી છે. પ્રાઈવેટ રોકાણકારોની ક્ષમતા વધારાશે. આના માટે કેન્દ્રીય બજેટમાં 5.54 લાખ કરોડ રૂપિયાથી વધારી 7.55 લાખ કરોડની જોગવાઈ કરાઈ છે.

ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખતાં સોવેરીન ગ્રીન બોન્ડ્સ જાહેર કરાશે. આનાથી પ્રાપ્ત થતી રકમને એવા પ્રોજેક્ટ્સમાં લગાવાશે, જે કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો લાવવામાં સહાયક હશે. સેમી કંડક્ટર નિર્માણ માટે ઈન્ડસ્ટ્રી ડેવલપ કરાશે, જેનાથી નિકાસને પણ પ્રોત્સાહન મળશે.ચેઈન અને અન્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આ વર્ષે RBI ડિજિટલ કરન્સી જાહેર કરશે. એનાથી ઈકોનોમીને પ્રોત્સાહન મળશે. ક્રિપ્ટોકરન્સીથી થનારી કમાણી પર 30%નો ટેક્સ લગાવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું હતું કે વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સના ટેક્સેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવી કોઈપણ પ્રોપર્ટીના ટ્રાન્સફર પર 30% ટેક્સ લાગશે. કોઈ છૂટ નહીં મળે.

કોર્પોરેટ ટેક્સને 18%થી ઘટાડીને 15% કરી દેવામાં આવ્યો છે.એનિમેશન, વિઝ્યુઅલ ઈફેક્ટ, ગેમિંગ અને કોમિક્સ એટલે કે AVGC સેક્ટરમાં રોજગારની વધુ શક્યતાઓ છે. એવામાં AVGC પ્રમોશન ટાસ્કફોર્સ અને એની સાથે જોડાયેલા દરેક સ્ટોક હોલ્ડર્સ સાથે વાતચીત કરવામાં આવશે. એવી યોજનાઓ બનાવવામાં આવશે, જેનાથી આપણી ક્ષમતાના આધારે આપણે બજાર અને ગ્લોબલ માર્કેટની જરૂરત પૂરી કરી શકીએ.MSME (મિનિસ્ટ્રી ઓફ માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ)ને મજબૂત કરવા માટે નવી યોજનાઓ શરૂ થશે. 5 વર્ષમાં 6000 કરોડ રૂપિયા આપવામાં આવશે. ઉદયમ, ઈ-શ્રમ, NCS અને અસીમ પોર્ટલ સાથે જોડવામાં આવશે.

એનાથી તેમની સંભાવનાઓ વધશે. હવે એ લાઈવ ઓર્ગેનિક ડેટાબેસ સાથે કામ કરનારા પ્લેટફોર્મ હશે. એનાથી ક્રેડિટ સુવિધાઓ મળશે અને આન્ત્રપ્રીનરશિપ માટે સંભાવનાઓમાં વધારો થશે.PM ગતિ શક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત એક્સપ્રેસ બનશે. નેશનલ હાઈવે નેટવર્ક 25 હજાર કિલોમીટર સુધી વધારાશે. આ મિશન માટે 20 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. અમારો પ્રયત્ન 60 લાખ નવા રોજગારનું સર્જન કરવા પર રહેલી છે.

આની સાથે જ અમે ગરીબો માટે 80 લાખ ઘર બનાવીશું. 2022-23માં ઈ-પાસપોર્ટ જાહેર કરાશે, જેમાં ચિપ પણ લાગેલી હશે. મહામારી દરમિયાન સ્કૂલ બંધ રહેવાથી ગામનાં બાળકોને બે વર્ષ શિક્ષણથી વંચિત રહેવું પડ્યું. પીએમ ઈ-વિદ્યા અંતર્ગત એવાં બાળકો માટે એક ક્લાસ-એક ટીવી ચેનલ પ્રોગ્રામ અંતર્ગત હવે ચેનલ 12થી વધારીને 200 કરવામાં આવશે. આ ચેનલો તમામ ભાષાઓમાં હશે. વ્યાવસાયિક શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ટેક્નિકની મદદ લેવામાં આવશે. એક ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશું.

Read About Weather here

રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. પ્રધાનમંત્રીજીના વિઝનને પૂરું કરવા માટે અમારી સરકાર પ્રયત્નો કરશે. અમારી સરકાર નાગરિકો ખાસ કરીને ગરીબોને સશક્ત બનાવાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગરીબોને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આઝાદીનાં 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.સૌથી પહેલા હું તેવા લોકો માટે સંવેદના વ્યક્ત કરું છું, જેમણે કોવિડ મહામારીમાં મુશ્કેલીઓનો સામનો કર્યો છે. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને અમૃતકાળનું આ બજેટ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here