દેશમાં ઓમિક્રોનથી વધુ એક મૃત્યુ

કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા
કૃષિમંત્રી રાઘવજી પટેલને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયા

નવા વેરીએન્ટ સામે સરકાર સજ્જ: પાંચ લાખ બેડ ઉપલબ્ધ: બેંગ્લોરમાં છ માસ બાદ સૌથી વધુ 565 કેસ નોંધાયા

દેશમાં ઓમિક્રોનના સતત વધતા જતા કેસ વચ્ચે એક તરફ બેંગ્લોરમાં નવા 565 કોવિડ કેસ નોંધાયા છે જે છેલ્લા છ માસનો એક રેકોર્ડ છે તો બીજી તરફ ઉદયપુરમાં ઓમિક્રોનથી પીડાતા એક વ્યક્તિનું મૃત્યુ થતા દેશમાં વાઇરસના નવા વેરીએન્ટથી મૃત્યુનો આંક બે થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી બાજુ સરકારે કોવિડના કેસ જે રીતે વધી રહ્યા છે તે જોતા સરકારે રોજના 5 લાખ કેસ આવે અને જો તેઓને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે તો તેટલી બેડ દેશમાં ઉપલબ્ધ હોવાની જાહેરાત કરી છે.

કોવિડની બીજી લહેરમાંથી બોધપાઠ લઇને સરકારે કુલ 8.36 લાખ બેડની વ્યવસ્થા કરી છે અને તે મુજબ દવાઓ, ઓક્સિજન તથા આઈસીયુને પણ તૈયાર રાખ્યા છે. બીજી તરફ રેલવેને પણ હવે તેના કોચમાં જે કોવિડ બેડ ઉભી કરાઈ હતી તે અપડેટ કરી લેવા જણાવાયું છે.

રેલવે મંત્રાલય 5601 કોવિડ કેર સાથે 89,500 બેડ ઉપલબ્ધ કરાવવા માટે આગળ વધી રહી છે. દેશમાં 18 લાખ જેટલી કુલ હોસ્પિટલ બેડ છે અને તેમાંથી અડધો અડધ કોવિડ માટે ઉપલબ્ધ રહી શકે છે.

રાજસ્થાનમાં જે રીતે કોરોના સંક્રમણના નવા વેરીઅન્ટ જે રીતે આગળ વધ્યું છે તેમાં 75 વર્ષના એક વૃધ્ધનું ઓમિક્રોનથી મૃત્યુ થયાનું બહાર આવ્યું છે. અને દેશમાં આ રીતે ઓમિક્રોને બીજો ભોગ લીધો છે. આ અગાઉ મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી પ્રથમ મૃત્યુ નોંધાયું હતું.

Read About Weather here

રાજસ્થાનના ઉદયપુરમાં બીજુ મૃત્યુ નોંધાયું છે. બિહારમાં પણ ઓમિક્રોનનો પ્રથમ કેસ બહાર આવ્યો છે. સૌથી મોટી ચિંતા બાળકોની છે. અમેરિકામાં બાળકો વધુ સંક્રમીત બની રહ્યા છે અને તેથી સરકારે 3 તારીખથી 15 થી 18 વર્ષના કિશોરોને વેક્સિનેશનની કામગીરી શરુ થાય તે માટે દરેક રાજ્યોને તાકીદ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here