દેશમાં એરપોર્ટ સુવિધામાં જામનગર એરપોર્ટ દેશમાં ત્રીજા, રાજકોટ પાંચમા ક્રમે

દેશમાં એરપોર્ટ સુવિધામાં જામનગર એરપોર્ટ દેશમાં ત્રીજા, રાજકોટ પાંચમા ક્રમે
દેશમાં એરપોર્ટ સુવિધામાં જામનગર એરપોર્ટ દેશમાં ત્રીજા, રાજકોટ પાંચમા ક્રમે
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરીથી જૂન 2022 માં ભારતનાં 64 જેટલા ડોમેસ્ટિક એરપોર્ટ પર મુસાફરોને મળતી સવલતો અને સુવિધાઓની દ્રષ્ટિએ જાહેર કરેલા રેન્કિંગનાં રીપોર્ટમાં જામનગર એરપોર્ટને ભારતમાં ત્રીજું સ્થાન મળ્યું છે અને રાજકોટ એરપોર્ટને પાંચમું સ્થાન પ્રાપ્ત થયું છે. વડોદરા એરપોર્ટને દેશમાં 13 મું અને સુરત એરપોર્ટને 16 મું સ્થાન મળ્યું છે. ગુજરાતમાં જામનગર એરપોર્ટ અવ્વલ નંબરે અને રાજકોટ બીજા ક્રમે રહ્યું છે. આ રીતે સુવિધાની દ્રષ્ટિએ મળેલા ક્રમમાં દેશ અને ગુજરાતમાં જામનગર એરપોર્ટ સુવિધાની ઉંચી ઉડાન સાથે મેદાન મારી ગયું છે.
ઓથોરીટી દ્વારા દર 6 મહીને ડોમેસ્ટિક એરપોર્ટનો સર્વે થતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ઉતારૂઓ એરપોર્ટની 33 પ્રકારની સુવિધાથી કેટલા સંતુષ્ટ છે તેની વિગતો વિમાન મુસાફરો પાસેથી મેળવીને માર્ક આપવામાં આવે છે. ગત 2020 નાં ગાળામાં સુરત એરપોર્ટ ભારતમાં ત્રીજા અને ગુજરાતમાં પહેલા નંબર પર હતું. પરંતુ આ વર્ષે એકદમ પાછળ ધકેલાઈ ગયું છે. દેશમાં 16 માં સ્થાને અને ગુજરાતમાં પાંચમાં સ્થાને રહ્યું છે. આમ એક જ વર્ષમાં સુરતને પાછળ ધકેલી જામનગર અને રાજકોટ એરપોર્ટ ટોચનાં ક્રમમાં ગૌરવભર્યું સ્થાન મેળવી શક્યા છે. ઓથોરીટીનો સર્વે રીપોર્ટ જણાવે છે કે, સુરત એરપોર્ટ પર પેસેન્જરો સૌથી વધારે પાસપોર્ટ અને પર્સનલ આઈડી ચેકિંગ સમયે હેરાન-પરેશાન થઇ રહ્યા છે. વધારામાં બેગેજ કાર્ટ અને ટ્રોલી સુવિધા પણ યોગ્ય રીતે મળતી નથી.

Read About Weather here

સુરતમાં ચેકિંગ લાઈનમાં પણ ઉતારુઓ હેરાન થાય છે. કર્મચારીઓ મદદ કરતા નથી અને વર્તન પણ સારું હોતું નથી એવી ઉતારુંઓની ફરિયાદ છે. પેસેન્જરોની ખૂબ જ સારી સુવિધા આપવામાં ભારતમાં ટોચનાં પહેલા ક્રમે રાંચી અને ઉદયપુર એરપોર્ટ રહ્યા છે. બીજા નંબરે પોર્ટબ્લેયર એરપોર્ટ, ત્રીજા ક્રમે જામનગર, ભોપાલ અને જમ્મુ એરપોર્ટ આવ્યા છે. સાવ છેલ્લા ક્રમે પંતનગર એરપોર્ટ રહ્યું છે. ગુજરાતમાં અપાયેલા ક્રમ જોઈએ તો જામનગર પ્રથમ ક્રમે અને એ પછી રાજકોટ બીજા ક્રમે, પોરબંદર ત્રીજા સ્થાને, વડોદરા ચોથા સ્થાને, સુરત પાંચમાં સ્થાને, ભાવનગર છઠ્ઠા સ્થાને, ભુજ સાતમાં સ્થાને અને કંડલા આઠમાં ક્રમે રહ્યા છે. દેશના રેન્કિંગની દ્રષ્ટિએ દેશમાં જામનગર ત્રીજા ક્રમે, રાજકોટ પાંચમાં ક્રમે, પોરબંદર આઠમાં સ્થાને, વડોદરા 13 માં સ્થાને, સુરત 16 માં સ્થાને, ભાવનગર 20 માં ક્રમે, ભુજ 26 માં સ્થાને અને કંડલા 33 માં સ્થાને રહ્યા છે

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here