દેશમાં ઉર્જા કટોકટીનાં એંધાણ: પાવર પ્લાન્ટ પાસે માત્ર નવ દિવસનો કોલસો

દેશમાં ઉર્જા કટોકટીનાં એંધાણ: પાવર પ્લાન્ટ પાસે માત્ર નવ દિવસનો કોલસો
દેશમાં ઉર્જા કટોકટીનાં એંધાણ: પાવર પ્લાન્ટ પાસે માત્ર નવ દિવસનો કોલસો
દેશમાં ઉર્જા ઉત્પાદન કરતા મુખ્ય પાવર પ્લાન્ટ પાસે માત્ર નવ દિવસ ચાલે એટલો કોલસાનો જથ્થો બચ્યો હોવાથી દેશમાં વીજ કટોકટી સર્જાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. ગઈકાલે કોલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા થર્મલ પાવર પ્લાન્ટને વધુ કોલસાનો જથ્થો મોકલવામાં આવ્યો હતો પણ એવી ભીતિ પણ દર્શાવી હતી કે, દેશના ઉર્જા મથકો પાસે કોલસાનો જથ્થો ઘટી ગયો હોવાથી અને કોલસાની તિવ્ર તંગી સર્જાઈ હોવાથી વીજ કટોકટી ઉભી થઇ શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

કોલ ઇન્ડિયા પાવર એન્જીનિયર્સ ફેડરેશનનાં ચેરમેન શૈલેન્દ્ર દુબેએ જણાવ્યું હતું કે, થર્મલ પ્લાન્ટ કોલસાની તંગીથી જજુમી રહ્યા છે જેના લીધે વધતી માંગ અને પુરવઠા વચ્ચેની ખાઈ પૂરી શકતા નથી. દરમ્યાન કેન્દ્ર સરકારનાં સુત્રોએ હૈયાધારણા આપી હતી કે, દેશ પાસે 30 થી વધુ ચાલે એટલો કોલસાનો પર્યાપ્ત જથ્થો છે. એટલે ભયભીત થવાની જરૂર નથી. આ સુત્રોએ દાવો કર્યો હતો કે, કોલ ઇન્ડિયા પાસે અત્યારે 72.5 મિલિયન મેટ્રીકટન કોલસાનો જંગી જથ્થો મોજુદ છે.

Read About Weather here

ભારતમાં પાવર પ્લાન્ટ પાસે સરેરાશ 22 મેટ્રીકટન જથ્થો હોય જ છે. એટલે કોલસાની તંગીનો કોઈ પ્રશ્ર્ન નથી. ઉનાળાનાં કારણે વીજળીની માંગ વધી છે સાથે- સાથે એપ્રિલ માસમાં કોલસાનાં ઉત્પાદનમાં પણ 20 થી 22 ટકાનો વધારો થયો છે. પરંતુ દુબેનાં વિધાનો કોઈ અલગ પરિસ્થિતિ સૂચવે છે. દુબે કહે છે કે, કોલસાની તંગીને કારણે મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને યુપીમાં વીજ ઉત્પાદનને ફટકો પડ્યો છે. ઉપરાંત ગુજરાત, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને તેલંગણા જેવા રાજ્યોમાં પણ કોલસાની તંગી ઉભી થઇ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here