દેશમાં આવી ઝાકઝમાળ ભરી લગ્નસરા, એક માસમાં 25 લાખ લગ્ન…

દેશમાં આવી ઝાકઝમાળ ભરી લગ્નસરા, એક માસમાં 25 લાખ લગ્ન…
દેશમાં આવી ઝાકઝમાળ ભરી લગ્નસરા, એક માસમાં 25 લાખ લગ્ન…

કુલ રૂ. 3 લાખ કરોડનું ટર્નઓવર થવાની રસપ્રદ આંકડાકીય માહિતી: ભારતનાં લગ્ન અને શાદી સમારંભો હંમેશા ભવ્ય વૈભવી હોય છે(એજન્સી સમાચાર)

ભારતમાં દરેક સમાજમાં લગ્ન યા શાદી સમારંભનું કોઈપણ તહેવારો કરતા પણ વિશેષ મહત્વ હોય છે. પોતપોતાનાં પારિવારિક બજેટ મુજબ પરિવારો એમના સંતાનોનાં જીવનનાં મહત્વનાં પ્રસંગને ભવ્ય રીતે ઉજવવામાં કોઈ કસર બાકી રાખતા નથી.

Visit Saurashtra Kranti Homepage here

એટલે જ વિશ્ર્વભરમાં ભારતનાં લગ્ન સમારંભો ચુંબકીય આકર્ષણ ધરાવે છે. 14 નવેમ્બરથી દેશમાં લગ્નસરાની એક માસ લાંબી રંગારંગ ભવ્ય સીઝન શરૂ થઇ રહી છે.

જયારે દેશના સૌથી મોટા વ્યાપારી સંગઠન દ્વારા બહાર પાડવામાં આવેલા રસપ્રદ માહિતીનાં આંકડા દર્શાવે છે કે દેશમાં એક માસની લગ્ન સીઝનમાં અંદાજે 25 લાખ લગ્ન થવાના છે.

જેનાથી વેપારીઓને રૂ. 3 લાખ કરોડની આવક થવાની ધારણા રાખવામાં આવે છે. કોરોનાનાં 2 વર્ષ બાદ મુક્ત વાતાવરણમાં લગ્ન સમારંભો યોજાય રહ્યા હોવાથી વધુ ભવ્ય, વૈભવશાળી અને રંગત ભર્યા બની રહેશે.

લગ્નની આ સીઝન 13 મી ડિસેમ્બર સુધી ચાલશે. વેપારી સંગઠનનાં અંદાજ મુજબ એકલા દિલ્હીમાં 150 લાખ લગ્ન સમાંરભ યોજાનાર છે. જેના થકી વેપારી અને ધંધાર્થીઓને રૂ. 50 હજાર કરોડની આવક થવાનો અંદાજ છે.

અત્યારથી લગ્ન માટેનાં હોલ, હોટેલ, પાર્ટીપ્લોટ, ફાર્મહાઉસ વગેરે લગ્ન સ્થળોનું ભરચક બુકિંગ થઇ ચૂક્યું છે. કોરોના મહામારી કાબુમાં હોવાથી દેશના અનેક રાજ્યોમાં લગ્ન સમારંભો માટે 200 થી માંડીને 400 મહેમાનો સુધીની છૂટ આપવામાં આવી છે.

Read About Weather here

રાજસ્થાનમાં 200 મહેમાનોની છૂટ છે. કેટરીંગ, ડેકોરેશન, ફુલનું ડેકોરેશન જેવા વ્યવસાય કરનારાઓને બખા થઇ જવાના છે

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here