દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનતું ગુજરાત

દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનતું ગુજરાત
દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનતું ગુજરાત

મહારાષ્ટ્ર ને પછાડી અવ્વલ નંબરે ગોઠવાયું રાજ્ય: ઉત્પાદન ક્ષેત્રનો વાર્ષિક 15.9 ટકાનાં દરે એકધારો વિકાસ

મહારાષ્ટ્રને પાછળ ધકેલીને ગુજરાત હવે દેશનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનવાની સિધ્ધી હાંસલ કરી ચૂક્યું છે. ઉત્પાદનની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર આગળ રહેતું હતું હવે એ આસન પર ગુજરાત બિરાજમાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

અને ઉત્પાદન હબ તરીકે અવ્વલ ક્રમે આવી ગયું છે. મહારાષ્ટ્ર હવે દેશનું સૌથી મોટું સર્વિસ કેન્દ્ર તરીકે યથાવત થયું છે.ભારતીય રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલો ડેટા દર્શાવે છે કે, ગુજરાતમાં ઉત્પાદન સેક્ટરનો વાર્ષિક 15.9 ટકાનાં દરે એકધારો વિકાસ થઇ રહ્યો છે.

નાણાંકીય વર્ષ 2012 થી 2020 સુધી ગુજરાતે ઉત્પાદન વિકાસનો આ દર જાળવી રાખ્યો છે. આ સમયગાળા દરમ્યાન મહારાષ્ટ્રનો વાર્ષિક ઉત્પાદન વિકાસ દર સાડા સાત ટકા જેટલો જ રહ્યો છે.

ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી નબળો દેખાવ કરનાર રાજ્યોમાં રાજસ્થાન, તેલંગણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. એ રાજ્યોએ અનુક્રમે 3.8 ટકા, 5.5 ટકા અને 6.9 ટકા વાર્ષિક વિકાસ દર નોંધાયો હતો.

જયારે તમિલનાડુ, કર્ણાટક અને ઉતરપ્રદેશમાં ગ્રોસ વેલ્યુ એડીશન (જીવીએ) નું પ્રમાણ આ રાજ્યો કરતા ઘણું સારું રહ્યું છે. 2020 માં તો દેશની જીવીએ નું પ્રમાણ રૂ.16.9 લાખ કરોડ રહ્યું હતું એટલે કે ઉત્પાદન વિકાસ દર 9.7 ટકાની ઉચ્ચ સપાટીને અડી ગયો હતો.

ગુજરાતમાં ભારે મૂડી રોકાણ આવી રહ્યું છે. જેના કારણે રાજ્ય દેશનું ઉત્પાદન હબ બની રહ્યું છે અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને પણ પાછળ ધકેલી દીધું છે. ગુજરાતમાં ગત 7 વર્ષ દરમ્યાન કુલ મૂડીરોકાણ રૂ. 5.85 લાખ કરોડ નોંધાયું હતું.

Read About Weather here

બિઝનેસ યુનિટને મંજૂરી આપવાની સિંગલ વિન્ડો યોજના, શ્રમિક કાયદામાં અનુકુળ સુધારા, પ્રોત્સાહન યોજનાઓને કારણે સીધા વિદેશી રોકાણમાં સૌથી વધુ આકર્ષણ ગુજરાત જમાવી રહ્યું છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here