વિશ્વમાં નૌકા મહાસત્તા તરીકે ઉભરી આવતું ભારત: દક્ષિણ ચીનમાં અટકચાળા કરતા ચીન સામે શકિત પ્રદર્શન
ભારતે નૈકા દળની મહાસત્તા તરીકે વિશ્ર્વમાં પોતાની શકિતઓને પ્રસ્થાપિત કરી છે. દેશમાં પહેલીવાર સ્વદેશી ધોરણે નિર્માણ પામેલા વિમાન વાહક યુધ્ધ જહાજ વિક્રાતની પહેલીવખત સફળ દરીયાઇ પરીક્ષણ કરવામાં આવતા ભારત આવી સિધ્ધી મેળવનાર ગણીયા ગાંઠીયા દેશોની હરોળમાં માન ભેર ગોઠવાયું છે. દરમ્યાન દક્ષિણ ચાઇના મહાસાગરમાં અટકચાળા કરી તાકાત બતાવી રહેલા ચીનને પણ ભારતે આંખ બતાવી છે.
Visit Saurashtra Kranti https://saurashtrakranti.com/
ભારતીય નૌકા દળના તાસ્ક ફોર્સને સાઉથ ચાઇના મહાસાગરમાં મોકલવામાં આવ્યું છે. મહાસાગરના આ વિસ્તારને પોતાનું ગણાવીને દાયકાઓથી ચીન ઇઝારાસાહી વર્તન કરતું રહયું છે પણ હવે અમેરીકાએ શરૂ કરેલી નૌકા કવાયતમાં ભારત પણ ભાગ લઇ રહયું છે.
ભારતે 50 વર્ષમાં પહેલીવાર સ્વદેશી ધોરણે વિમાન વાહક યુધ્ધ જહાજ બનાવવામાં સફળતા મળી છે અને નવા જહાજનું નામ પણ 1971માં પાકિસ્તાન સામેના યુધ્ધમાં મોટી ભુમિકા ભજવનાર આઇએનએસ વિક્રાત પરથી જ તેનું નામ રાખ્યું છે. આવતા વર્ષના ઓગસ્ટના અંત સુધીમાં સ્વદેશી જહાજ ભારતીય નૌકાદળ સાથે જોડાઇ જશે. અંદાજે રૂ.23 હજાર કરોડના ખર્ચે કોચીંગ શીપ યાર્ડમાં આ યુધ્ધ જહાજનું બાંધકામ કરવામાં આવ્યું છે.
Read About Weather https://mausam.imd.gov.in/
આ યુધ્ધ જહાજ પરથી મીગ-29 હાઇટર જેટ, કામોવ-31 હેલીકોપ્ટર, એમએસ મલ્ટીરોલ હેલીકોપ્ટર ઉડાન ભરશે અને ભારતના દરીયા કાંઠાનું રક્ષણ કરશે. મહિલા અધિકારીઓ સહિત ખાસ તાલીમ બધ્ધ 1700 નૌકા જવાનો તેના પર ફરજ બજાવશે. ભારત પાસે અત્યારે એક જ યુધ્ધ જહાજ છે અને એ પણ રશીયા પાસેથી ખરીદાયેલુ છે. અત્યારે ઘર આંગણે નૌકા દળ માટે અન્ય 44 જહાજ અને સબ મરીનનું નિર્માણ કરવામાં આવી રહયું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here