દેશની અને અગ્રણી નદીઓમાં ધાતુનું ભારે મોટું પ્રદુષણ

દેશની અને અગ્રણી નદીઓમાં ધાતુનું ભારે મોટું પ્રદુષણ
દેશની અને અગ્રણી નદીઓમાં ધાતુનું ભારે મોટું પ્રદુષણ
દેશમાં ગંગા સહિતની સૌથી મોટી અને વિશાળકાય નદીઓ પર ગોઠવાયેલા મોનીટરીંગ સ્ટેશન પૈકીનાં 75 ટકા મોનીટરીંગ સ્ટેશન પરથી મળતા અહેવાલો લોકમાતાઓની અવદશાનાં ગંભીર સંકેતો પુરા પાડે છે. લોકમાતાઓમાં ધાતુનાં ભંગાર, પ્લાસ્ટિકનો કચરો, ગંદા પાણીનો અવિરત પ્રવાહનાં કારણે પ્રદુષણ ખૂબ જ ચિંતાજનક ઉંચા સ્તર પર પહોંચી ગયું છે.

Visit Saurashtra Kranti Homepage here

તમામ પ્રકારની ધાતુઓનું પ્રદુષણ નદીઓમાં ફેલાઈ રહ્યાનું દર 4 નદી મોનીટરીંગ સ્ટેશન પૈકીનાં ત્રણ સ્ટેશનનો અહેવાલ જણાવે છે. નદીઓમાં તાંબુ, ક્રોમીયમ, શીસુ, આર્યન વગેરે ધાતુઓનો બેફામ પ્રદુષણ જોવા મળી રહ્યું છે. 117 જેટલી નદીઓ અને તેની પેટા શાખાઓ પર સ્ટેશન બનાવવામાં આવ્યા છે.દેશની સૌથી પવિત્ર ગણાતી અને સૌથી મોટી ગંગા નદીનાં પ્રદુષણ સ્તરનાં નિરીક્ષણ માટે ગોઠવાયેલા 33 મોનીટરીંગ સ્ટેશન પૈકીનાં 10 મોનીટરીંગ સ્ટેશન કચરા અને ધાતુનું ભારે પ્રદુષણ ગંગાને અપવિત્ર કરી રહ્યાનો સંકેત આપે છે. તમામ પ્રકારની ધાતુઓનાં અવશેષો ગંગાનાં પાણીમાં જોવા મળી રહ્યા છે. તેમ પર્યાવરણ સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટનો અહેવાલ જણાવે છે. વર્ષભર ભેગા થતા ડેટા અને નદી કિનારે વસતા લોકો પાસેથી મળતી વિગતોને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવે છે.

Read About Weather here

દેશના 28 રાજ્યોમાં 764 રીવર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન છે.ગત બે વર્ષ એટલે કે 2018 થી 2020 સુધીમાં રાષ્ટ્રીય જળપંચે 688 સ્ટેશનમાંથી પાણીનાં લીધા હતા અને ધાતુઓનાં અવશેષોની ચકાસણી કરી હતી. જેના અહેવાલો ખૂબ જ ચિંતા કરાવે તેવા છે. ભારતની લોકમાતાઓમાં રોજેરોજ ઔદ્યોગિક અને કૃષિ કચરો તથા ઘરવપરાશનો કચરો અને ગંદુપાણી ઠલવાતા રહે છે. ભારત 75 ટકા જેટલું ગટરનું પાણી ચોખ્ખું કર્યા વિના નદીઓમાં ઠાલવે છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ જણાવે છે કે, રાજ્યો પાસે તો નદીઓમાં જતા ગટરના પાણીના શુધ્ધિકરણની કોઈ વ્યવસ્થા નથી. આટલા ભયાનક ગંદકીનાં પ્રવાહને કારણે દેશો કાંઠા વિસ્તાર પણ ઝડપથી સંકુચિત થઇ રહ્યો છે. દરિયા કાંઠે અલગ- અલગ સ્થળે બંદરનાં હાર્બનનું બાંધકામ, બીચ પર ખાણ અને ખનીજ માટે ખોદકામ તથા ડેમ નિર્માણને કારણે કાંઠા વિસ્તારમાં ઘસારો આવી ગયો દરિયાઈ સંપતિનાં બેફામ શોષણને કારણે મહાસાગરોનું આરોગ્ય પણ કથળી રહ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here