સર્વઓ દેવોને લઈને ક્ષીરસાગર સમુદ્ર કિનારે ગીયા અને બે હાથ જોડીને ભગવાન વિષ્ણુને અમે પ્રાર્થના કરી સંસારનો ભય હરનાર પર બ્રહ્મ જેની માયાથી જગત અનિત્ય હોવા છતાં નિત્ય ભાસે છે? જેથી કૃપાથી જ્ઞાન થતા જગતની ભ્રાંતિ નાશ પામે છે. તેવા શ્રીલક્ષ્મીજી જેમના ચરણ કમળોની સેવા કરે છે.
Subscribe Saurashtra Kranti here
તે ભગવાન શ્રીવિષ્ણુને હું નમસ્કાર કરું છું. શ્રીવિષ્ણુ ત્યાં પ્રગટ થયા અને કહેવા લાગ્યા મારૂ શું કામ પડ્યું છે અને બ્રહ્માએ કીધું સર્વ દુઃખો દૂર થાય એવા ક્યાં દેવની પૂજા કરીએ તે કહો વિષ્ણુએ કીધું કે સર્વ દુઃખોનો નાશ કરવા માટે દેવાધિ દેવ શંકર ભગવાનનું પૂજન કરવું. હે બ્રહ્મા તમે અને હુ બેઉ જણા સદા શિવનું સેવન કરીએ શિવલીંગ મૂર્તિનું પૂજન કરવાથી આપણે સહું ઉતમ પદ પામ્યા છીએ તે ભૂલી ગયા છો અને દરરોજ સદા શિવનું સ્મરણ કરે છે
તે કોઈ દિવસ દુઃખી થતા નથી ભગવાન વિષ્ણુએ આમ કીધું એટલે દેવો શિવલીંગની માંગણી કરવા લાગ્યા અને વિષ્ણુ ભગવાનને વિશ્વકર્માને આજ્ઞા કરી કે તમે મારી આજ્ઞાથી મહાદેવનાં શ્રેષ્ઠ લિંગો બનાવો અને દેવોને આપો અને વિશ્વકર્માએ અનેક પ્રકારનાં શિવલીંગો બનાવ્યા છે અને દેવોને તેમના અધિકાર પ્રમાણે આપ્યા છે.
Read About Weather here
ઇન્દ્રને માણેકનું લીંગ આપ્યું, કુબેરને સુવર્ણનું, ધર્મરાજાને પીળા મણીનું, વરૂણને કાળા મણીનું, વિષ્ણુને નિલમનું, બ્રહ્માને સોનાનું, વાસુઓને ચાંદીનું, અશ્વિની કુમારોને પીતળનું, દેવી લક્ષ્મીને સ્ફટીકનું, આદિત્યને તાંબાનું, સોમને મોતીનું અને સૂર્યને હીરાનું લીંગ આપ્યું તે, ઉપરાંત બ્રાહ્મણોને માટીનું મયદાનવને ચંદનનું, નાગોને પરવાળાનું, જ્ઞાન વિજ્ઞાનનાં મૂળ ભકિતા પડેલા છે. ભક્તિથી જ્ઞાન ઉપજે છે. ભેદ દૂર થાય પછી મનુષ્ય શિવરૂપ બને છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here