દૂધસાગર રોડપર ભંગારના ડેલામાંથી 1.70 લાખના દારૂ-બિયર પકડાયા

44
RAJKOT-DUDHSAGAR-દારૂ-બિયર
RAJKOT-DUDHSAGAR-દારૂ-બિયર

Subscribe Saurashtra Kranti here

ક્રાઈમ બ્રાંચે દારૂ-બિયર સાથે એક ને ઝડપ્યો ફરાર થયેલા એકની શોધખોળ

શહેરના ઉપલા કાંઠે આવેલ દૂધસાગર રોડપર આવેલા ભંગારના ડેલામાં દરોડો પડી ક્રાઈમ બ્રાંચની ટીમે 1.70 લાખના દારૂ-બિયરના જથ્થા સામે રાહિલ અબ્દુલવહાલ ચૌહાણની ધરપકડ કરી ફરાર આરોપી હાસીમ હનીફ પરમારને ઝડપથી પાડવા શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ ક્રાઈમ બ્રાંચ પી.આઈ વી.કે.ગઢવી ના માર્ગદર્શનમાં પી.એસ.આઈ પી.એમ.ધાખડા અને પી.બી.ઝેબલયાની ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હે.કો. ક્રિપાલસિંહ જાડેજા અને વિક્રમ ગમારને મળેલ બાતમીના આધારે દૂધસાગર રોડ પર આવેલા ભંગારના ડેલામાં દરોડો પડી. વિદેશી દારૂની 51બોટલ તેમજ બિયરના 1272 ટીન, 2મોબાઈલ મળી કુલ રૂ. 1.70850ના મુદામાલ સાથે રાહિલ અબ્દુલવહાલ ચૌહાણ (ઉ.વ. 32 રહે. દૂધસાગર રોડ લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શે.નં.5 ફારૂકી મસ્જિદ પાસે રાજકોટ) ની ધરપકડ કરી હતી. જ્યારે ફરાર થઇ ગયેલા હસીમ હનીફ પરમાર (રહે. જિલ્લા ગાર્ડન મેં. રોડ, કેજીએમ ગેરેજ પર ભાડાના મકાનમાં હાલ રતનપર જિ. રાજકોટ) વાળાને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે.

Read About Weather here

બને આરોપીઓએ ભંગારનો ડેલો ભાડે રાખી દારૂનો વેપલો શરૂ કર્યો હોવાની વિગતો જાણવા મળી રહી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here