દુબઈમાં ટીમ ઈન્ડિયાની મસ્તી…!

દુબઈમાં ટીમ ઈન્ડિયાની મસ્તી…!
દુબઈમાં ટીમ ઈન્ડિયાની મસ્તી…!
આનો એક વીડિયો BCCIએ શુક્રવારે પોસ્ટ કર્યો હતો.આ વીડિયોમાં ઓપનર કેએલ રાહુલ અને અર્શદીપ સિંહ સર્ફિંગ કરી રહ્યા છે. UAEમાં ચાલી રહેલા એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી ચૂકેલી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ દરિયાકિનારે મસ્તી કરતા નજરે આવ્યા હતા.કેપ્ટન રોહિત શર્મા બોટિંગની મજા માણી રહ્યો છે. તો ચહલ અને અશ્વિન પેડલ બોટ ચલાવી રહ્યા છે. આટલું જ નહિ, વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ બીચ પર વોલીબોલની મજા માણી રહ્યા છે.વીડિયોની શરૂઆતમાં અર્શદીપ સિંહ આવે દેખાય છે.

Visit Saurashtra Kranti Homepage here

તેના પછી કોહલી લાઇફ જેકેટ પહેરેલો નજરમાં આવે છે. 1 મિનિટ અને 34 સેકન્ડ્સના આ વીડિયોને લોકોએ ખૂબ પસંદ કર્યો છે. આ વીડિયોને એક કલાકની અંદર જ 49 હજાર લોકોએ જોઈ લીધો છે.ટીમ ઈન્ડિયાએ સુપર-4ની પહેલી મેચ રમવાની છે. રવિવારે તેનો મુકાબલો પાકિસ્તાન અથવા હોંગકોંગ સામે થશે. જો પાકિસ્તાન આજે હોંગકોંગને હરાવી દે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર મેચ રમાઈ શકે છે.આ દરમિયાન ચહલ કહે છે, ‘આ એક ફન એક્ટિવિટી છે અને આમાં ખૂબ જ મજા આવે છે.

બધા બહુ જ ખુશ છે. આવી એક્ટિવિટીથી ટીમ બોન્ડિંગ વધે છે.’ટીમ ઈન્ડિયાએ હોંગકોંગને 40 રને હરાવીને સુપર-4માં સ્થાન મેળવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલા તો 192 રનનો સ્કોર કર્યો હતો, જેના પછી હોંગકોંગ 152 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીતનો હીરો સૂર્યકુમાર યાદવ રહ્યો હતો. તેણે માત્ર 26 બોલમાં જ 68* રનની તોફાની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ પણ 44 બોલમાં 59* રનની ઇનિંગ રમી હતી.ટીમ ઈન્ડિયામાં આ સમયે વીડિયોનું કલ્ચર વધી રહ્યું છે. વેસ્ટઈન્ડીઝ ટૂર હોય કે પછી ઝિમ્બાબ્વે ટૂર હોય કે પછી આયર્લેન્ડ ટૂર, ટીમે દરેક જીત પછી સેલિબ્રેશન વીડિયો પોસ્ટ કર્યો છે.

Read About Weather here

ઇન્સ્ટા રીલ્સની વાત કરવામાં આવે તો શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ, રવીન્દ્ર જાડેજા હંમેશાં પોતાના રીલ્સના વીડિયો શેર કરતા રહેતા હોય છે. કોહલી પણ પોતાના એક્સર્સાઇઝનો વીડિયો પોસ્ટ કરતો રહેતો હોય છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here