દુકાનમાં POPની પેનલ તૂટી…!

દુકાનમાં POPની પેનલ તૂટી…!
દુકાનમાં POPની પેનલ તૂટી…!
જ્યાં પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનના રવેશ પર પ્લાસ્ટર ઓફ પેરિસની પેનલ તૂટવાની આકસ્મિક ઘટના બની છે. રાજકોટમાં બે વર્ષ પૂર્વે કરોડોના ખર્ચે નિર્માણ પામેલા બસપોર્ટમાં મોટી દુર્ઘટના થતાં સહેજમાં અટકી છે. ઉલ્લેખનીય છે કે એ સમયે ઘટનાસ્થળ પર કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે

નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં અધ્યતન બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે પરંતુ તે બસપોર્ટની જાળવણી થઈ રહી છે કે નહીં તે મોટો સવાલ છે. કારણ કે આજે પેટપૂજા ફાસ્ટ ફૂડ નામની દુકાનમાં POPની પેનલ ખરી પડતા બસપોર્ટનું યોગ્ય મેઇન્ટેનન્સ નથી થતું તેવી ચર્ચાઓ ઉઠી છે. આ મુદ્દે દુકાનદારે જણાવ્યું હતું કે, રીપેરીંગ માટે મેં અનેકવાર મેનેજમેન્ટને રજૂઆત કરી છે છતાં પણ રીપેરીંગ કરવામાં આવ્યું નથી.

રાજકોટ બસપોર્ટની ફાઈલ તસવીર

Read About Weather here

આવા સંજોગોમાં હવે બસ પોર્ટની અન્ય દુકાનો પણ જોખમ સર્જી શકે તેવી ચર્ચાઈ રહ્યું છે. બસ પોર્ટ પર દરરોજ હજારો પ્રવાસીઓ અવર-જવર કરે છે. હવે જોવાનું રહેશે કે આ મામલે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે.આવા સમયે જોખમી દુકાન પાસેથી જો કોઈ મુસાફર પસાર થયું હોત તો તેને ગંભીર ઈજા થવાની પણ શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here