દીકરી હોય તો આવી… જીવનની યાદગાર પળોને થોડો બ્રેક આપી પ્રભુતામાં પગલા માંડતા પહેલા પરીક્ષા ખંડ દોડી જતી દીકરીને ધન્ય

દીકરી હોય તો આવી… જીવનની યાદગાર પળોને થોડો બ્રેક આપી પ્રભુતામાં પગલા માંડતા પહેલા પરીક્ષા ખંડ દોડી જતી દીકરીને ધન્ય
દીકરી હોય તો આવી… જીવનની યાદગાર પળોને થોડો બ્રેક આપી પ્રભુતામાં પગલા માંડતા પહેલા પરીક્ષા ખંડ દોડી જતી દીકરીને ધન્ય
રાજકોટની એક દીકરીએ જીવનની સૌથી યાદગાર અને મહત્વની પળોમાં પણ શિક્ષણની ફરજને પ્રાધાન્ય આપીને સમાજને નવી રાહ ચીંધી છે અને શિક્ષણની મહત્તા સમજાવતો તથા ઉજાગર કરતો એક ખૂબ જ શક્તિશાળી સંદેશો આપીને સમાજની ક્ધયાઓ માટે પથદર્શક બનવાનું ગૌરવભર્યું ઉદાહરણ સ્થાપિત કર્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટમાં આજે શિવાંગી નામની દીકરીનાં રંગેચંગે લગ્નનો સમારંભ યોજાયો હતો. અગ્નિની સાક્ષીએ ભાવિભરથાર સાથે શિવાંગી ફેરા ફરવાની જીવનની યાદગાર પળોની તૈયારીઓ કરી રહી હતી. એવામાં અચાનક પરીક્ષાઓની તારીખ આવી ગઈ હતી

અને જોગાનુજોગ પરીક્ષાનું પહેલું પેપર આજે જ ભરવાનું આવ્યું હતું. પરંતુ શિવાંગી બખતરીયાએ વિચાર કરવામાં જરા પણ સમય લીધો નહીં અને એક ખૂબ અનુકરણીય નિર્ણય લઇ લીધો. જીવનની સૌથી યાદગાર ઘટનાને બે-ચાર કલાક બ્રેક આપવાનું નક્કી કર્યું.

પરિવારજનો અને ભાવિભરથારનો પણ પુરેપુરો ટેકો પ્રાપ્ત થયો. સપ્તપદીમાં પ્રભુતામાં પગલા માંડતા પહેલા દીકરી શિવાંગીએ પરીક્ષા ખંડમાં જઈ પેપર ભરવાની ફરજને પ્રાધાન્ય આપ્યું.

સુરતથી જાન લઈને આવેલા ભાવિ વરરાજા પાર્થ પાડલીયાએ આંખનું મટકું પણ માર્યા વિના તુરંત નવોઢાને મંજુરી પણ આપી દીધી કે પહેલા પરીક્ષા આપો પછી આપણે પરણવા જઈશું.

આ યુવાનનું નામ પાર્થ પાડલીયા છે અને માત્ર મંજૂરી આપીને પાર્થ અટકી ગયા નહીં. પરંતુ સજીધજીને ભાવિ જીવનસાથીનો હાથ પકડી પાર્થ પાડલીયા શિવાંગીને પરીક્ષા ખંડ સુધી મુકવા પણ ગયા.

Read About Weather here

આ રીતે આ નવદંપતીએ જીવનનાં યાદગાર દિવસે પણ શિક્ષણની મહત્વને પ્રાથમિકતા આપી સમસ્ત સમાજને એક અનેરો અને શક્તિશાળી સંદેશો આપ્યો છે. જેની સર્વત્ર પ્રશંસા થઇ રહી છે. સૌ એકી અવાજે બોલી ઉઠ્યા કે દીકરી હોય તો આવી હોય.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here