બી.ટી.સવાણી કિડની હોસ્પિટલમાં દીકરીનાં પિતાને થયો કડવો અનુભવ

3 વર્ષની દીકરીને કીડનીમાં 10 એમ.એમની પથરી, અસહ્ય દુઃખાવો

પિતા ભરત વાલાણીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી

રોકડા રૂપિયા હોય તો આજે ઓપરેશન, માં અમૃતમ કાર્ડમાં ઓપરેશન કરાવવું હોય તો એક મહિનાનું વેઇટીંગ: પિતા ભરતભાઈ

Subscribe Saurashtra Kranti here

વિંછીયાનાં તાલુકાનાં મોટી લખાવાડમાં રહેતા ભરતભાઈ વાલાણીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે તેમની દીકરી (ઉ.વ.3) ને કિડનીમાં ૧૦ એમ.એમની પથરીનું ઓપરેશન માટે શહેરમાં આવેલી બી.ટી સવાણી કિડની હોસ્પિટલમાં તા.૨૩ જૂનનાં રોજ દાખલ કરી ઓપરેશન કરાશે તેવું લેખિતમાં આપેલ. સવારે ૯:૩૦ કલાકે દાખલ થવા માટે કેસ કઢાવેલ પછી અમૃતકાર્ડ હેઠળ ઓપરેશન કરાવવાનું કહેતા જ રીસેપ્શન બારીએ બેઠેલા કર્મચારીએ કહ્યું કે, આજે (બુધવારે) ઓપરેશન કરાવવું હોય તો રોકડા રૂપિયા જમા કરાવો. માં અમૃત કાર્ડમાં ઓપરેશન કરાવવું હોય તો આગામી તા.૧૯-૭ નાં રોજ દાખલ થવું પડશે અને ૭ દિવસનું રોકાણ કરવાનું રહે છે.

3 વર્ષની બાળકી વિરાલીને કીડનીમાં 10 એમ.એમ.ની પથરી હોવાથી અસહ્ય દુઃખાવો થતો હોવા છતાં ૩૦ દિવસનું વેઈટીંગમાં નામ લખીને અમોને ઘરે તગડી મુકેલ હોવાનો આક્ષેપ કર્યો છે.

Read About Weather here

વિરાલીને દુઃખાવો સહન ન થતો હોવા છતાં હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરવામાં આવેલ નથી. એક મહિનાની અંદર કિડની ફેલ થશે અથવા દીકરીને કંઈ થશે તેની જવાબદારી બી.ટી.સવાણી હોસ્પિટલની રહેશે. તેમ ભરતભાઈ ધીરુભાઈ વાલાણીએ રજૂઆતમાં જણાવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here