દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા વહાલુડીના વિવાહનું આયોજન

22 દીકરીઓને હોંશે-હોંશે પરણાવામાં આવશે

150 થી વધુ કરિયાવરરૂપી વસ્તુઓ ભેટ અપાશે

ગુજરાતના શહીદ થયેલ જવાન કોરોનામાં માતા-પિતા તથા પુજારીનું અવસાન થયેલ હોય તે દીકરીઓને પ્રથમ અગ્રતા અપાશે

ફોર્મ વિતરણ શરુ : ઉંમરનું પ્રમાણપત્ર સાથે રાખવું ફરિજયાત

આગામી ડિસેમ્બરમાં સતત ચોથા વર્ષે વહાલુડીના વિવાહ-4 દીકરાબુ ધર દ્વારા અત્યંત સાદગી અને છતાં ગરીમાપૂર્ણ રીતે દીકરીના ઘર આંગણે યોજાશે. 22 દીકરીઓને જરૂરિયાત મુજબનો કરીયાવર અપર્ણ કરી વિદાય આપશે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું હતું છે કે, વર્તમાન પરિસ્થતિ અને આવનારા દિવસોને ધ્યાને રાખી ચાલુ સાલ પણ ૨૨ દીકરાઓના ઘરે મંડપ રોપાશે.

એક જ દિવસ એક જ સમયે અલગ અલગ જગ્યાએ ૨૨ લગ્નના મંડપનું રોપણ થશે. પ્રત્યેક દીકરીઓના લગ્નમાં દીકારનું ઘર વૃધાશ્રમના પાંચ-પાંચ કાર્યકર્તાઓ હાજર રહી દીકરીને આશીર્વાદ પાઠવશે.

આ લગ્નોત્સવમાં કોરોનામાં દીકરીના માતા-પિતાનું અથ્વાનું પિતાનું અવસાન થયું હોય તેવી  દીકરીને તેમજ મંદિરમાં પૂજા કરતા પુજારીનું અવસાન થયું હોય તેવી દીકરીને અગ્રતા આપવામાં આવશે.

આ લગ્નોત્સવમાં દીકરીનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતના કોઇપણ ખૂણે દેશની રક્ષા કાજે શહીદ થયેલ જવાનની દીકરીને પ્રથમ અગ્રતા અપાશે.

તેમજ કરીયાવર પણ ભેટ અપાશે. જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આવા શહીદ થયેલ જવાનની દીકરીને આ લગ્નોત્સવ સુધી પહોંચાડવા મદદરૂપ થશો.

વહાલુડીના વિવાહ-4 ની વિશેષ માહિતી આપતા મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ અદ્રોજા, ડો. નીદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, વલ્લભભાઈ સતાણી તેમજ ઉપેનભાઈ મોદીએ વધુમાં જણાવ્યું છે

કે, વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં દીકરીઓને કબાટ, પલંગ, ટીપાઈ, ગાદલું, ઓશીકું, મીક્ષચર, એર કુલર, પંખા, સોના-ચાંદીની નાની મોટી વસ્તુઓ, ઈમીટેશન સેટ, સંપૂર્ણ વાસણનો સેટ, ૨૫ જોડી કપડા સહિત લગભગ ૧૫૦ થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. દીકરાનું ધર દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર અ પ્રસંગ ઉજવવામાં આવે છે, દીકરાઅનુ ઘર ના કુલ ૧૭૧ થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે.

ચાલુ સાલ વધુ ૨૨ દીકરીઓને હોંશે હોંશે પરણાવવામાં આવશે.વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના સાત ફેર હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ આપવામાં સંસ્થા મદદરૂપ થાય છે.

વહાલુડીના વિવાહ-૪ નું ફોર્મ વિતરણ ગત તા.૧૭ થી સાંજના ૪ થી ૭ સુધી ૩૦, ગુરૂરક્ષા કોમ્પ્લેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપર શરુ થઇ ગયા છે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીઈ ઉંમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજીયાત રહેશે.

સમગ્ર આયોજન સંસ્થાના કર્મઠ સેવકો હરેશભાઈ પરસાણા, રાકેશભાઈ  ભાલાળા, પ્રજ્ઞેશભાઈ પટેલ, ગૌરાંગભાઈ ઠક્કર, પ્રવીણ હાપલીયા, અશ્વિનભાઈ પટેલ, હરેશભાઈ મહેતા, કિરીટભાઈ પટેલ, ધર્મેશ જીવાણી, હરદેવસિંહ જાડેજા, સુનીલ મહેતા, શૈલેશ જાની સહિતના કોર ટીમના સભ્યો વ્યવસ્થા સંભાળી રહેલ છે.

આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, ડો. પ્રતિક મહેતા, શૈલેશ દવે, વિમલ પાણખાણીયા, દોલતભાઈ ગદેશા, ગુણુભાઈ ઝાલાળી, પ્રનંદ કલ્યાણી, હિરેન કલ્યાણી, આર.ડી,જાડેજા, ચેતન મહેતા સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.

Read About Weather here

વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં દીકરીઓની માતાની તેમજ મોટી બહેનની ભૂમિકામાં સંસ્થાની સક્રિય બહેનો ફાલ્ગુનીબેન કલ્યાણી, ચેતના પટેલ, અલકા પારેખ, નિશા મારૂ, ડો. ભાવના મહેતા, દીનાબેન મોદી, હેમાબેન મોદી સહિતની બહેનો લગ્નોત્સવને યાદગાર બનાવવા આખરી સ્વરૂપ આપશે તેમ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here