કોરોના કાળ માં અનેક લોકો બેરોજગાર થાય ધંધાર્થીઓના ધંધા ઠપ થઈ ગયા. લોકોને બે ટકના જમાવાના ફાંફાં પડતાં હોવાથી લોકોને મફત અનાજ આપવાની યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હજુ પણ આગળ ધપાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અન્નોત્સવ યોજી દિવાળી સુધી લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને 5 વર્ષ પૂરા થતાં 9 દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ અન્નોત્સવ યોજના જાહેર કરી.લોકોને હેરાનગતિ ભોગવવી નથી પડતીને કોઈ હેરાન નથી કરતાં જેવા અનેક પ્રશ્નો પૂછીને લોકોના પ્રશ્નોના ઉકેલ લાવ્યા હતા
Subscribe Saurashtra Kranti here
રૂપાણી સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ કરવાના અવસરે આજે અન્નોત્સવ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જેના ભાગરૂપે દાહોદ જિલ્લામાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મફત અનાજ કલ્યાણ યોજનાના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલ સંવાદ કર્યો હતો. એમાં દાહોદ અને રાજકોટના લાભાર્થીઓને આ યોજના લેવામાં કોઇ તકલીફ પડે છે કે નહીં, વચેટિયા હેરાન કરતા નથી ને એ અંગે પૂછ્યું હતું.
ભારતે કોરોના સંક્રમણના પ્રથમ દિવસથી આ સંકટને સમજીને એના પણ કામ કર્યું. આજે વિશ્વભરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના વખાણ થઇ રહ્યાં છે. આ યોજના પાછળ સરકાર દ્વારા 2 કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવે છે. એનો હેતુ ભારતની એકપણ વ્યક્તિ ભૂખી ન સૂવે એ છે. આ યોજનામાં રાશન કાર્ડધારકોને પહેલાં કરતાં બેગણી માત્રામાં અનાજ આપવામાં આવી રહ્યું છે. આ યોજના દિવાળી સુધી ચાલવાની છે.
શ્રમિકોની બીજા શહેરો માંથી આવીને અહી રોજગાર મેળવતા લોકો કોરોનામાં નિ:સહાય બનતા જમવા માટે પણ ફાંફાં પડતાં લોકોની ચિંતા કરી અનાજ મફત આપવાની યોજના ચાલુ કરી છે.ગુજરાતમાં સાડાત્રણ કરોડ લાભાર્થીને મફત અનાજનો લાભ મળી રહ્યો છે. દેશના બીજા હિસ્સાના શ્રમિકોને પ્રાથમિકતા આપી છે. શ્રમિકોને આ યોજનાનો લાભ આપ્યો છે. ગુજરાતે સૌથી પહેલા વન નેશન વન રાશન કાર્ડનો લાભ આપ્યો છે.આ યોજનાનો લાભ લોકોને દિવાળી સુધી આપસે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાતનો વિકાસ નવી ઊંચાઇએ પહોંચ્યો છે. આજે ગુજરાતના લાખો પરિવારને પીએમ ગરીબ મફતમાં રાશન આપવામાં આવી રહ્યું છે. આ યોજના એક વર્ષથી ચાલી રહી છે, જેથી આ દેશનો કોઇપણ ગરીબ ભૂખ્યો ન સૂવે. ગરીબના મનમાં પણ એનાથી વિશ્વાસ ઊભો થયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના લાભાર્થી સાથે વાત કરતા નવી રેલવેસેવા અંગે અને વડનગરના વિકાસ અંગે વાતો કરી હતી. રેલવેમાં લાભાર્થીએ યાત્રા કરી છે કે નહીં, કેવો અનુભવ રહ્યો એ અંગે પૂછ્યું હતું. તેમણે દાહોદનાં દિવ્યાંગ લાભાર્થી વર્ષાબેન ભૂરિયા સાથે વાત કરી હતી, જેમાં તેમણે અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મેળવવામાં કોઇ સમસ્યા આવે છે કે નહીં એ અંગે પૂછ્યું હતું. દિવ્યાંગ સહાય તેમને મળે છે કે નહીં એ અંગે પણ તેમણે પૂછ્યું હતું.
Read About Weather here
વડાપ્રધાને રાજકોટના લાભાર્થી સાથે વાત કરી હતી અને અનાજ કલ્યાણ યોજના હેઠળ લાભ મળી રહે છે. આ યોજનાનો લાભ લેવામાં કોઇ તક્લીફ પડી છે કે નહીં. એમાં લાભાર્થીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં આ યોજના હેઠળ અનાજ મળવાથી ઘણી રાહત છે. નરેન્દ્ર મોદીએ આ તકે પોતે પહેલીવાર ધારાસભ્ય બન્યા એને યાદ કરીને રાજકોટની જનતાનો આભાર માન્યો હતો.
આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી રાજ્યના 17 હજાર પંડિત દિનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ અન્વયે 4.25 લાખ ગરીબ-અંત્યોદય પરિવારોને વ્યકિતદીઠ 5 કિલો અનાજ કિટ વિનામૂલ્યે વિતરણ પણ આ કાર્યક્રમથી શરૂ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here