દિલ્હીમાં કડક પગલાંની જાહેરાત…!

દિલ્હીમાં કડક પગલાંની જાહેરાત…!
દિલ્હીમાં કડક પગલાંની જાહેરાત…!
બુધવાર (આજથી) ઓનલાઈન અભ્યાસ થશે. મંગળવાર રાત્રે CAQM (કમિશન ફોર એર ક્વાલિટી મેનેજમેન્ટ)ની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે,

Visit Saurashtra Kranti Homepage here

જેમાં કહેવાયું છે કે નવો આદેશ ન મળે ત્યાં સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે.CAQMએ કહ્યું હતું કે ઓછામાં ઓછા 50% અધિકારીઓને વર્ક ફ્રોમ હોમની મંજૂરી મળવી જોઈએ.

ખાનગી ઓફિસોમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. 21 નવેમ્બર સુધી દિલ્હીમાં તમામ ટ્રકોની એન્ટ્રી પર બેન લગાવાયો છે. જીવન જરૂરી વસ્તુઓને લઈને આવતી ટ્રકોને જ એન્ટ્રી મળશે.

આ ઉપરાંત મેટ્રો, રક્ષા, એરપોર્ટને બાદ કરીને તમામ બાંધકામનાં કામો 21 નવેમ્બર સુધી બંધ રહેશે.10 વર્ષ જૂના ડિઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો સામે કડક પગલા ભરવા પણ આદેશ અપાયો છે.

પ્રદૂષણને લઈને સુપ્રીમકોર્ટે લાલ આંખ કર્યા પછી CAQMએ દિલ્હી અને તેનાં પાડોશી રાજ્યો સાથે બેઠક કરી હતી, જેમાં આ ઉપાયોની જાહેરાત કરી હતી. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અધિકારી હાજર હતા. NCRના મુખ્ય સચિવોને આ જવાબદારી સોંપાઈ છે.

નવા આદેશ મુજબ માત્ર ગેસથી ચાલતા ઉદ્યોગો ચાલી શકશે. જેની મંજૂરી નથી અપાઈ તેવા ઈંધણથી ચાલતા ઉદ્યોગો બંધ કરાશે. જ્યાં પણ શક્ય હોય તે ઉદ્યોગો ગેસ પર શિફ્ટ કરાય.

મંગળવારે દિલ્હીનો AQI (એર ક્વોલિટી ઈન્ડેક્સ) ગંભીર શ્રેણીમાં જતો રહ્યો હતો. 24 કલાકની સરેરાશ વાયુગુણવત્તા 403 નોંધાઈ હતી, જે આજે સવારે 379 નોંધાયો હતો.

Read About Weather here

નિયમ ન માનનાર સામે કડક પગલા ભરાશે. રાજધાની દિલ્હીના 300 કિમી રેડિયસમાં આવેલા 11 થર્મલ પ્લાન્ટમાંથી 5 જ ચાલી શકશે. બાકીના થર્મલ પ્લાન્ટને 30 નવેમ્બર સુધી બંધ રખાશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here