દિલ્હીની કોર્ટમાં અંધાધુંધ ગોળીબાર, ગેંગસ્ટર સહિત ચારનાં મોત

દિલ્હીની કોર્ટમાં અંધાધુંધ ગોળીબાર, ગેંગસ્ટર સહિત ચારનાં મોત
દિલ્હીની કોર્ટમાં અંધાધુંધ ગોળીબાર, ગેંગસ્ટર સહિત ચારનાં મોત

કોર્ટ પરિસરમાં ભરબપોરે ગેંગવોર થતા રાજધાની દિલ્હીમાં સન્નાટો: હત્યારાઓ વકીલના વેશમાં આવ્યા, આડેધડ 34 થી 40 રાઉન્ડ ગોળીબાર, એક મહિલા વકિલને પણ ઇજા
પોલીસના વળતા ગોળીબારમાં બે હુમલા ખોર પણ ઠાર: હરીફ ગેંગના ગોળીબારમાં કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગીની હત્યા

નવી દિલ્હી સુરક્ષીત બની હોવાનાં દિલ્હી પોલીસના દાવાને હાસ્યા સ્પદ ઠરાવતી એક સનસનાટી ભરી ઘટનામાં આજે શુક્રવારે ભરબપોરે દિલ્હીના રોહીણી વિસ્તારની અદાલતના પ્રાણગનમાં ગેંગવોર થતા ગોળીઓની ધણધણાટીથી કોર્ટ પરિસર ગુંજી ઉઠયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

હરીફ ગેંગવોર પર થયેલા સામસામા ગોળીબારમાં કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર ગોગી સહિત ચારના મોત થયા હતા. મકોકાના એક કેસમાં દિલ્હી પોલીસ ગોગીને જેલમાંથી રોહીણી કોર્ટમાં લાવી ત્યારે હરીફ ગેંગના ગુન્ડાઓએ બેફામ ગોળીબાર કરી ગોગીની હત્યા કરી નાખી હતી.

જાણવા મળ્યા મુજબ પોલીસે કરેલા વળતા ગોળીબારમાં બે હુમલાખોરો પણ ઠાર મરાયા હતા. ધોળે દિવસે રોહીણી કોર્ટ પરિસરમાં સર્જાયેલી ભારે શુટઆઉટની ઘટનામાં કુલ 4નાં મોત થયા છે.

દેશની રાજધાનીની એક અદાલતમાં પોલીસ કાફલાની હાજરીમાં સર્જાયેલી ગેંગવોરને પગલે સમગ્ર દિલ્હીમાં સન્નાટો પ્રસરી ગયો છે અને દિલ્હી પોલીસની કામગીરી વિશે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહયા છે.

પોલીસ પાસેથી જાણવા મળ્યા મુજબ દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલ દ્વારા જીતેન્દ્ર ગોગીની ગત એપ્રીલ માસમાં ‘મકોકા’ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ઠાર મરાયેલા ગોગી પર હત્યા, હત્યાના પ્રયાસ, ખંડણી, લૂંટ-ધાડ, કારની લૂંટનાં 19થી વધુ કેસો અદાલતમાં ચાલી રહયા હતા.

30 વર્ષની વયનો ગોગી શાળા છોડી દીધા બાદ ગુન્હાખોરીના રવાડે ચડી ગયો હતો.પોલીસ પાસેથી મળતી શૂટઆઉટની વિગતો મુજબ હુમલાખોરો વકિલનો વેશ ધારણ કરીને કોર્ટમાં આવ્યા હતા અને ગોગી પર ધડાધડ ગોળીઓ છોડવા લાગ્યા હતા.

ગણતરીની મીનીટમાં 35 થી 40 રાઉન્ડ ગોળીબાર થતા કોર્ટ પરિસરમાં ભાગદોડ મચી ગઇ હતી. આડેધડ ગોળીબારથી એક મહિલા વકિલને પણ ઇજા થઇ હતી. પોલીસે ગોળીબાર કરતા બે હુમલા ખોર પણ સ્થળ પર માર્યા ગયા હતા. ગોગીને દિલ્હીના અનેક ગેંગસ્ટરો સાથે દુશ્મની થઇ ગઇ હતી.

એટલે તક જોઇને હરીફ ગેંગે કોર્ટ પરીષરમાં ગોળીઓની રમઝટ બોલાવીને પોલીસની હાજરીમાં ગોગીનું કાટલુ કાઢી નાખ્યું હતું. દેશની રાજધાનીના સુરક્ષીત ગણાતા વિસ્તારમાં અદાલતની અંદર ધુસી જતા ગેંગસ્ટરોએ બેફામ ગોળીબાર કર્યાની ઘટનાએ દિલ્હી પોલીસની છબીને ખુબ જ કલંકીત કરી નાખી છે.

Read About Weather here

પોલીસે હુમલાખોર હરીફ ગેંગના હત્યારાઓને જીવતા પકડવાને બદલે ઠાર માર્યા એ વિશે પણ ભારે શંકા, કુશંકાઓનું હવામાન સર્જાયું છે અને જાતજાતના તર્ક વિતર્કની ચર્ચા થઇ રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here