દારૂની મેફીલ માણતા 2 મામલતદાર ઝડપાયા…!

દારૂબંધીના કાયદા હળવા કરવા સરકારની વિચારણા...!
દારૂબંધીના કાયદા હળવા કરવા સરકારની વિચારણા...!
આ મામલે DySPની ટીમે તમામને ઝડપીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. અરવલ્લીમાં થર્ટી ફર્સ્ટ પર દારૂની મહેફિલ માણતા સરકારી અધિકારીઓને પોલીસે ઝડપી લીધા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બાતમીના આધારે પોલીસે તપાસ કરતા અરવલ્લીના માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર અણીયોર ગામે દારૂના નશામાં મળી આવ્યા હતા.  આ મામલે મહેસુલ મંત્રીએ દારૂની મહેફિલ માણતા ઝડપાયેલા બંને નાયબ મામલતદારો વિરુદ્ધ ખાતાકીય પગલાં ભરવાનું જણાવ્યું છે.

વિગતો મુજબ, અરવલ્લીના અણીયોર ગામમાં ગીતા કિસાન સેવા કેન્દ્ર પેટ્રોલ પંપની પાછળની ઓરડીમાં 31મી ડિસેમ્બરે દારૂની મહેફિલ ચાલતી હોવાની બાતમી પોલીસને મળી હતી. જે મામલે પોલીસ ત્યાં તપાસ કરવા પહોંચી હતી.

અહીં પેટ્રોલ પંપની પાછળ ઓરડીમાં તપાસ કરતા માલપુર અને બાયડના જ નાયબ મામલતદાર જૈમિન પટેલ અને નિલેશ પટેલ દારૂ પીતા ઝડપાયા હતા. જેની સાથે વધુ બે વ્યક્તિ પણ હાજર હતા.

પોલીસે ઓરડીમાં રહેલા તમામની પૂછપરછ કરતા આરોપીઓ તોતડાતી જીભે નામ બોલી રહ્યા હતા. જેથી તેમનું મોઢું સુંઘવા પર દારૂના નશામાં હોવાનું જણાયું હતું. પોલીસે બંને આરોપીઓને બાદમાં સીધી લીટીમાં ચાલવાનું કહેતા તેઓ લથડિયા ખાઈને ચાલી રહ્યા હતા.

Read About Weather here

જેથી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને સરકારી અધિકારી પાસે દારૂની પરમીટ માંગતા તેઓ પાસે પરમીટ ન હોવાનું જણાયું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here