દારૂની પાર્ટી માણતા મોટા વેપારીઓ ઝડપાયા…!

ડીસેમ્‍બરમાં 50,000 લીટર દારૂ પી ગયા લોકો...!
ડીસેમ્‍બરમાં 50,000 લીટર દારૂ પી ગયા લોકો...!

સ્થળ પરથી તેમના મોબાઈલ અને મોંઘીદાટ ગાડીઓ સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ સિટી પોલીસે ૩૧ ડિસેમ્બરની મોડી રાત્રે એક બંગલામાં ચાલતી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં રેડ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રેડ દરમિયાન વલસાડના કેટલાક મોટા ઘરના નબીરાઓ અને વેપારીઓ દારૂની પાર્ટી માણતા રંગે હાથ ઝડપાયા હતા. પોલીસની આ કાર્યવાહીમાં ૮ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ નવા વર્ષની ઉજવણી માટે છેલ્લા કેટલાક સમયથી દારૂનું દુષણ વધી રહ્યું છે. હાઇ પ્રોફાઇલ લોકો પણ આ દિવસે મોજ-મસ્તી કરવા દારૂની પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે.

ત્યારે વલસાડના સેગવી રોડ પર આવેલા સૂર્ય દર્શન સોસાયટીના એક બંગલામાં કેટલાક લોકો દારૂની પાર્ટી માણી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી વલસાડ સિટી પોલીસ પૂરી તૈયારી સાથે સ્થળ પર પહોંચી હતી.

અડધી રાત્રે પોલીસે છાપો મારતા બંગલામાં ચાલતી પાર્ટીમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસે એન્ટ્રી કરી ત્યારે બંગલામાં મોટા ઘરના નબીરાઓ અને વલસાડના કેટલાક મોબાઈલ અને કાપડના વેપારીઓ દારૂની પાર્ટી માણતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

આથી પોલીસે તમામને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાર્ટીનું આયોજન કરવા બદલ તમામ આઠ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા.

પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આરોપીઓના મોબાઈલ અને મોંઘીદાટ કાર સહિતનો લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પાર્ટી કરતા રંગેહાથ ઝડપાયેલા આરોપીઓના નામ પર એક નજર કરીએ તો હાર્દિક મોદી, હિતેશ બલસારા, પ્રતીક છેડા, મયંક કાપડિયા,

વિરલ ટેલર, સંદીપ મોદી, વિરલ કંધાર અને મહેબૂબ સિદ્દીકીનો સમાવેશ થાય છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાભરમાં પીધેલાઓને પકડવાની સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી. જોકે પોલીસની નજર અંતરિયાળ અને છેવાડાના વિસ્તારમાં આવેલા કેટલાક ફાર્મ હાઉસો અને બંગલા ઉપર પણ હતી.

આ દરમિયાન વલસાડ સિટી પોલીસને બાતમી મળતાં આ હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં મધરાતે પોલીસ એન્ટ્રી કરતાં નબીરાઓને શરાબ કબાબની પાર્ટીના રંગમાં ભંગ પડ્યો હતો. વલસાડ પોલીસે કોઇ પણ જાતની શરમ રાખ્યા વિના તમામ નબીરાઓને કાયદાનું ભાન કરાવવા તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read About Weather here

 આ ડ્રાઈવ દરમિયાન જિલ્લાના વિવિધ ૨૪ ચેકપોસ્ટો અને ૧૩ પોલીસ સ્ટેશનમાંથી એક હજારથી વધુ પીધેલાઓ નશાની હાલતમાં પોલીસના હાથે ઝડપાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here