દાઢીમાં 64 કિલોની મહિલાને બાંધી…!

દાઢીમાં 64 કિલોની મહિલાને બાંધી…!
દાઢીમાં 64 કિલોની મહિલાને બાંધી…!
ખરેખરમાં એક શખ્સે પોતાની દાઢીથી એક મહિલાને ઊઠાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એન્ટાનાસ કોંટ્રીમાસ નામના શખ્સની દાઢી વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં તેના કામમાં આવી હતી. માણસની દાઢી કયા કામમાં આવે છે?

Visit Saurashtra Kranti Homepage here

જો તમારી દાઢી ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના ઈન્સ્ટાગ્રામ વિડીયોમાં બતાવેલા શખ્સ જેટલી મજબૂત છે તો તમે પણ તમારી દાઢીથી કંઈ અવનવુ કરી શકો છો. વિડીયો જોઈને તમે આખી વાત સમજી જશો કે આવું કેમ કહેવામાં આવી રહ્યું છે.

આ શખ્સે તેની દાઢીની મદદથી સૌથી ભારે સામાન ઊઠાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એના માટે તેણે જે મહિલાને ઊઠાવી તેનું વજન ૬૩.૮૦ કિલો હતું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડે આનો એક વિડીયો પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

જેને જોઈને સૌ કોઈ આશ્ચર્ય પામી રહ્યા છે. વિડીયોમાં દેખાય છે કે, એક મહિલા હાર્નેસની મદદથી શખ્સની દાઢી સાથે બાંધવામાં આવી છે. શરૂઆતમાં આ કામ જોવામાં ખૂબ જ અઘરૂ લાગી રહ્યું છે, પરંતુ કોંટ્રીમાસે સરળતાથી આ કામમાં સફળતા મેળવી હતી.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વિડીયોને અત્યાર સુધીમાં ૧૦ લાખથી પણ વધુ લોકો જોઈ ચૂકયા છે અને ૯૨ હજારથી પણ વધુ લોકોએ લાઈકસ કર્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ આ શખ્સની દાઢીની મજબૂતી જોઈને આશ્ચર્ય પામ્યા છે.

લોકોએ તેને પૂછ્યું કે, તમે કઈ હેર પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો. ખરેખરમાં આ ખૂબ જ ચોંકાવી દે એવું છે. કોંટ્રીમાસે આ કરતબ ૨૬ જૂન ૨૦૧૩ના રોજ તુર્કીમાં કર્યો હતો. ત્યારથી લઈને આઠ વર્ષ સુધી આ રેકોર્ડ તેના નામે છે.

અગાઉ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ડેના અવસરે અનેક લોકોએ પોતાની પ્રતિભા વ્યકત કરી હતી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. રેકોર્ડ તોડયા બાદ તેણે ખુલાસો કર્યો હતો કે, એક મજબૂત કમર અને પેટ હોવું એ સાચી કળા છે.

Read About Weather here

સાથે જ તમારા ટ્રાઈસેપ્સ, બાજુઓ અને ખભાઓમાં નિયંત્રણ હોવું જોઈએ.ચીનના શુઆંગે પોતાના હાથો પર ચાલીને સંતુલન જાળવીને એક મિનિટ ૧૩.૨૭ સેકન્ડમાં ૫૦ મીટર સુધી કારને ખેંચવામાં સફળતા મેળવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here