દરેક પળોને માણી લેવી જરૂરીઃ આલિયા

દરેક પળોને માણી લેવી જરૂરીઃ આલિયા
દરેક પળોને માણી લેવી જરૂરીઃ આલિયા
અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્‍મ ડાર્લિંગ  આવતીકાલે ઓટીટી પર રિલીઝ થઇ રહી છે. આલિયાએ કહ્યું હતું કે આ ફિલ્‍મ ઓટીટી માટે એક પરફેક્‍ટ ફિલ્‍મ છે. તેની વાર્તાનો વિષય દમદાર અને નોંધનીય છે. થિએટરની સરખામણીમાં ઓટીટી પર ફિલ્‍મ લાંબી ચાલે છે. આ કારણે અમે આ પ્‍લેટફોર્મ પર રિલીઝ કરવાનું નક્કી કર્યુ હતું.

Visit Saurashtra Kranti Homepage here

આલિયાએ કહ્યું હતું કેહું કોઇપણ પાત્ર પસંદ કરતાં પહેલા તેમાં જુદી જુદી પર્સનાલિટી શોધતી હોઉ છું. આમ કરીને હું દર્શકો સામે અલગ અલગ અવતારમાં આવવા ઇચ્‍છતી હોઉ છું. હું સતત એક જ પ્રકારનું કામ કરીને કંટાળી જાઉ છું. આથી કંઇક અલગ કરવા સતત મથતી રહુ છું.

Read About Weather here

ગંગુબાઇ પછી ડાર્લિંગમાં મને લોકો સાવ અલગ જ રૂપમાં નિહાળશે. આ ફિલ્‍મની આલિયા પ્રોડયુસર પણ છે. આલિયા કહે છે જીવનની દરેક પળોને મન ભરીને માણી લેવી જરૂરી છે. કારણ કે જીવનમાં તમે બધુ પ્‍લાન કરી શકતાં નથી. હું ચાર વર્ષની હતી ત્‍યારથી ફિલ્‍મોમાં આવવાનું કહેતી હતી. પણ મને કલ્‍પના નહોતી કે સતર વર્ષની ઉમરે મારી આ ઇચ્‍છા પુરી થઇ જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here