દરેક દીકરી માટે રૂ.10 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી

દરેક દીકરી માટે રૂ.10 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી
દરેક દીકરી માટે રૂ.10 લાખની સહાય જાહેર કરતા મુખ્યમંત્રી રૂપાણી

ટોકીયો ઓલિમ્પિકમાં ભાગ લેતી 6 ગુજરાતી મહિલા ખેલાડીઓને સરકારની અનોખી મદદ
રાજયના 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાતની વિરાંગનાઓ વિશ્ર્વ કક્ષાના રમત-ગમત મેડાવામાં રાજયનું પ્રતિનિધિત્વ કરે છે

ગુજરાતના 60 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત ઓલિમ્પિક જેવી વિશ્ર્વ કક્ષાની રમત-ગમત સ્પદ્યાઓમાં રાજયનું પ્રતિનિધિત્વ કરી રહેલી 6 જેટલી ગુજરાતી પ્રતિભાવંત મહિલા ખેલાડીઓ માટે ગુજરાત સરકારે મદદનો હાથ લંબાવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

ગુજરાતની આ 6 દિકરીઓને પ્રત્યેકને રૂ.10-10 લાખની નાણાકીય સહાય આપવાની સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વ પુર્ણ ઐતિહાસીક ધોષણા કરી છે.

ભારતના એથલેટીક કાફલા સાથે આ 6 મહિલાઓ ઓલિમ્પિકમાં ભાગ લેવા ટોકીયો પહોંચી ચુકી છે.

એક સાથે 6 નારી શકિત ગુજરાત તરફથી ભાગ લઇ રહયાનું પહેલીવાર બન્યું છે.

રાજયને મહાન સિધ્ધી અપાવવા બદલ એમનું સન્માન કરતા મુખ્યમંત્રીએ નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

ગુજરાત તરફથી સ્વીમીંગમાં માના પટેલ, સુટીંગમાં એલાવેનીલ વાલારીવન, ટેનીસમાં અંકિતા રૈના, પેરાટેબલ ટેનીસમાં સોનલ પટેલ અને ભાવિના પટેલ, પેરાબેડમીનટનમાં પારૂલ પરમાર, ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહયા છે.

ટોકીયોમાં ઓલિમ્પિક 23 જુલાઇથી શરૂ થઇ 8 ઓગષ્ટ સુધી ચાલશે.

Read About Weather here

જયારે પેરાઓલિમ્પિક રમતો 24 ઓગષ્ટથી શરૂ થઇ 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. મુખ્યમંત્રીએ આ દીકરીઓ ગુજરાતનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here