તમિલનાડુમાં ફરી અતિભારે વરસાદથી નવ જિલ્લાઓમાં રજા જાહેર: આગામી દિવસોમાં કેરળ અને આંધ્રમાં પણ અતિભારે વર્ષાની આગાહી: કમૌસમી વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ભારે નુકશાની, જનજીવન ઠપ્પ
દક્ષિણ ભારતમાં શિયાળુ ઋતુનાં પ્રારંભે જ એકાએક મોસમનો મિજાજ પલટાયો છે અને તમિલનાડુમાં અતિશય ભારે વર્ષાતાંડવ ચાલુ રહેતા નવ જિલ્લાઓમાં રજાઓ જાહેર કરી દીધી છે.
Visit Saurashtra Kranti Homepage here
દક્ષિણ ભારતમાં કાંઠાળ વિસ્તારોમાં તથા કેરળ અને આંધ્ર પ્રદેશમાં પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી ગુજરાતમાં પણ મૌસમ પલટાય તેવા એંધાણ દેખાયા છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં આગામી ચાર-પાંચ દિવસ દરમ્યાન ઠંડીનાં મોજાની સાથે માવઠું પડી શકે છે. તેવું હવામાન ખાતાનો વર્તારો જણાવે છે.તમિલનાડુમાં મેઘતાંડવ યથાવત રહ્યું છે.
આજે પણ ચૈન્નાઈ સહિત અનેક વિસ્તારોમાં એકધારો વરસાદ થતા જનજીવન ઠપ્પ થઇ ગયું હતું. શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. કાંઠા વિસ્તારનાં વિસ્તરોમાં રજા જાહેર કરવી પડી છે.
હજુ પાંચ દિવસ દરમ્યાન પ્રચંડ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. પરિણામે વહીવટીતંત્રને વધુ સતર્ક કરવામાં આવી છે. ચૈન્નાઈ વગેરે શહેરોમાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલા પાણીને કાઢવા માટે યુધ્ધનાં ધોરણે કામગીરી થઇ રહી છે.
લશ્કર, એનડીઆરએફ અને ફાયરબ્રિગેડનાં જવાનો રાહત અને બચાવ કાર્યમાં લાગી ગયા છે. સતત વરસાદને કારણે કાચા મકાનો અને ઝુંપડાઓને ભારે નુકશાન થવા પામ્યું છે. આજે ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આંધ્ર અને તમિલનાડુનાં માછીમારોને દરિયામાં ન જવા તાકીદ કરવામાં આવી છે. દરમ્યાન કેરળમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે પાંચ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Read About Weather here
અન્ય પાંચ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાનનાં પલટાને પગલે સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો થવાની સાથે અમૂક સ્થળે માવઠું થવાની આગાહી કરવામાં આવી છે. કર્ણાટકનાં 13 જિલ્લાઓમાં પણ અતિશય ભારે વરસાદની આગાહી થઇ હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here
Read About Weather here