થોરાળામાં માત્ર રૂ.100ની લેતી-દેતીમાં યુવકની હત્યા

289
થોરાળા
થોરાળા

ભગવતીપરામાં રહેતો યુવક મિત્ર સાથે સમાધાન કરવા ગયા બાદ પાંચ શખ્સોએ છરીના ઘા ઝીંક્યા: ચાર સકંજામાં

બનાવનાં પગલે થોરાળા પોલીસના પી.આઈ કાતરીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી

Subscribe Saurashtra Kranti here

નવા થોરાળા મેઈન રોડ પર વાલ્મીકીવાસ પાસે માત્ર રૂપિયા 100 ની બબાલમાં થયેલી માથાકૂટનું સમાધાન કરવા ભેગા થયેલા પાંચ શખ્સોએ બે યુવાન પર છરી વડે હુમલો કરી ભગવતીપરાનાં વાલ્મીકી યુવકની હત્યા કરી નાસી જતા ચકચાર મચી જવા પામી છે. બનાવનાં પગલે થોરાળા પોલીસના પી.આઈ કાતરીયા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં ચાર શખ્સોને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભગવતીપરા પાસે સુખસાગર સોસાયટીમાં રહેતો અને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા પ્રકાશભાઈ ભવાનભાઈ બારૈયા (ઉ.વ. 38) નામના યુવાને થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે બપોરનાં સમયે તેનો દીકરો આયુષ પ્રકાશભાઈ બારૈયા (ઉ.વ.18) એ અગાઉ થોરાળામાં રહેતા ડેવિલ સોલંકી નામના શખ્સ પાસેથી રૂ. 100 ઉછીના લીધા હોય જે બાબતે બોલાચાલી થઇ હોય ત્યારે સમાધાન કરવા બોલાવતા આયુષ બારૈયા અને તેનો મિત્ર નીતિન ગઈકાલે થોરાળા મેઈન રોડ પર આવેલા વાલ્મીકીવાસમાં ગયા હતા ત્યારે ડેવિલ સોલંકી, કેવલ સોંદરવા, પ્રશાંત વાઘેલા, આદિત્ય ગોરી અને એક અજાણ્યો શખ્સ સહીત પાંચ શખ્સો ત્યાં ઉભા હતા.

કોઈ બાબતે બોલાચાલી થતા કેવલએ નીતિન પર છરી વડે હુમલો કરી હાથે એક ઘા ઝીંકી દીધો હતો. ત્યારે કેવલે આયુષને ડાબા પગે તથા પાછળના ભાગે છરીના ઘા ઝીંકી દઈ તથા અન્ય ચાર શખ્સોએ બંને યુવાનને મારમારી ભુંડી ગાળો આપી આડેધડ ઢીકાપાટાનો માર મારમારી નાસી ગયા હતા. બનાવ બાદ નીતિન તેના મિત્ર આયુષને બાઈક પર સરકારી હોસ્પિટલ લઇ જતા આયુશનું સારવાર દરમ્યાન મોત નીપજ્તા મારામારીનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

Read About Weather here

બનાવનાં પગલે થોરાળા પોલીસને જન કરવામાં આવતા પી.આઈ બી.એમ. કાતરીયા, પી.એસ.આઈ જી.એસ.ગઢવી સહિતના સ્ટાફે તપાસ હાથધરી મૃતક આયુષના પિતા પ્રકાશભાઈ બારૈયાની ફરિયાદ નોંધી ગણતરીની કલાકોમાં હત્યાના ગુનાના ચાર આરોપીને સકંજામાં લઇ કાર્યવાહી હાથ ધરી છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleદિલ્હીમાં વિક એન્ડ કર્ફ્યુ લાગુ : ગુજરાતમાં ક્યારે ??
Next articleવિરાટ કોહલીને મળ્યું 2010ના દાયકાનું સર્વશ્રેષ્ઠ સન્માન