ત્રીજી જાન્યુઆરીથી રાજ્યમાં બાળકો માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવ

ત્રીજી જાન્યુઆરીથી રાજ્યમાં બાળકો માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવ
ત્રીજી જાન્યુઆરીથી રાજ્યમાં બાળકો માટે વેક્સિનેશન મેગા ડ્રાઈવ

કોવિડ વેક્સિનનાં બે ડોઝ લેનારાને જ હવે સરકારી કચેરીમાં પ્રવેશ
8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું સહિતનાં નિયમો
7 જાન્યુ. સુધી લંબાવાયા

ગુજરાતમાં તા.3 જાન્યુ થી 9 જાન્યુ સુધી 15 થી 18 વર્ષનાં બાળકોને કોવિડ વેક્સિન માટે ખાસ મેગા ડ્રાઈવ યોજવામાં આવશે. તદ્દઉપરાંત સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતીઓએ વેક્સિનનાં બંને ડોઝ લીધા હશે તો જ કચેરીમાં પ્રવેશ અપાશે. આ નિયમ આવતીકાલ

Visit Saurashtra Kranti Homepage here

તા. 1 જાન્યુ 2022 થી અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ કક્ષાની બેઠકમાં કોરોના અને ઓમિક્રોન પરિસ્થિતિ અંગે ઊંડી સમીક્ષા કરવામાં આવી હતી. 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યું સહિતનાં કોવિડ પ્રોટોકોલનો અમલ પણ તા.7 જાન્યુ સુધી લંબાવવામાં આવ્યો છે.

રાજ્યનાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કેબીનેટનાં નિર્ણયોની માહિતી આપી હતી. આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે હાલ કુલ 1 લાખ 10 હજાર પથારીની વ્યવસ્થા કરી છે.

જેમાં 15900 આઈસીયુ બેડ અને 7800 વેન્ટીલેટર બેડ છે. બાળકો માટે તમામ કોવિડ હોસ્પિટલોમાં 10 થી 20 ટકા બેડ અને 1 હજાર વેન્ટીલેટર તૈયાર રાખવામાં આવ્યા છે. ઉપરાંત શહેરોમાં જરૂરિયાત આધારે નવી કામચલાઉ 500 થી 1500 બેડની કોવિડ હોસ્પિટલોની અને ઈમરજન્સી રિસ્પોન્સ કેન્દ્રોની રચના કરવામાં આવશે.

તેમણે ખાતરી આપી હતી કે, રાજ્યમાં કોરોના સારવારની દવાઓ પૂરતા પ્રમાણમાં છે. તેમણે કહ્યું હતું કે, આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવા માટે શાળાઓ અને અન્ય સ્થળે જ્યાં આ વયજૂથનાં લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવશે.

તા.7 જાન્યુ નાં રોજ રાજ્યભરની શાળાઓ અને અન્ય સંસ્થાઓ ખાતે વેક્સિન મેગા ડ્રાઈવ યોજાશે. શાળાએ નજતા બાળકો માટે તા. 8 અને 9 જાન્યુ નાં રોજ અનુકુળ સમય ગોઠવી રસી અપાશે.

સરકારે નક્કી કર્યા મુજબ જે લાભાર્થીને રસીનો બીજો ડોઝ લીધા બાદ 9 મહિના પુરા થયા હોય એમને પ્રિકોશન ડોઝ આપવામાં આવનાર છે. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ઓમિક્રોનનાં જેટલા કેસ થયા છે.

Read About Weather here

તેમાં હળવા લક્ષણ દેખાયા છે. અગમચેતી ખાતે બધાની સારવાર કરવામાં આવી છે. બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ કુમાર અને અન્ય ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here