રાજકોટના આગણે સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા ની 38 મી સબ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ 2022 નું આગામી તા. 24/6 થી 26/6 સુધી 3 દિવસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનનો મુખ્ય શ્રેય રાજકોટ ડિસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશનને ફાળવવામાં આવે છે.આ સ્પર્ધાના ચેરમને તરીકે રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિ અને સાપર વેરાવળ ઇન્ડ.એસોસિએશનના ચેરમન અને શ્રી ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશભાઈ ટીલારા અને કો.ચેરમેન તરીકે ફાલ્કન ગ્રુપના ડાયરેક્ટર મલનયન સોજીત્રાની વરણી કરવામાં આવેલ છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સ્વિમિંગ સ્પર્ધાની સફળ આયોજન માટે ફ્રીના ના વાઈસ પ્રેસિડેન્ટ વિરેન્દ્રભાઈ નાણાંવટી, સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સેક્રેટરી મોનલભાઈ ચોક્સી ઇન્ટરનેશનલ વોટરપોલો રેફરી અને પૂર્વ સેક્રેટરી કમલેશભાઈ નાણાવટી, જીનીયસ એજ્યુકેશન ગ્રુપના ડાયરેક્ટર ડી.વી.મહેતાના માર્ગદર્શન હેઠળ એસોસિએશનના ઉપપ્રમુખ પ્રકાશ કલોલા અને ખજાનચી દિનેશ હાપાણી,નીરજભાઈ દોશી,જયશ્રીબેન ભગવતીબેન જોષી, શીતાલબેન હાપાણી, સાગર કક્કડ, મયુરસિંહ જાડેજા, યશ વાકાણી, દિવ્યેશ ખૂટ, વિજય ખૂટ, ભરત કિયાળા, અમિત સાકરિયા,અમિત સોરઠીયા, નિલેશભાઈ રાજ્યગુરૂ, નિમિષ ભારદ્વાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ સ્વિમિંગ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 450 થી વધારે સ્પર્ધકો ભાગ લેશે તથા જુદી જુદી સ્વિમિંગની સ્ટાઈલ જેમકે ફ્રી સ્ટાઈલ, બટરફ્લાય,બેક સ્ટોક,બ્રેસ્ટસ્ટ્રોક આમ ચાર સ્ટાઈલમાં સ્પર્ધકો એમનું કોવત દેખાડશે.આ સ્પર્ધામાં ડાઈવીંગ હરીફાઈ પણ સામેલ છે.
Read About Weather here
જેમાં સમગ્ર ભારત માંથી ખુબ સારો ડાઈવીંગ ખેલાડી ઓ પોતાની અદ્ભુત ડાઈવીંગ કરી દર્શકો અને ખેલાડીને રોમાંચિત કરશે જેમાં 1 મીટર થી 10 મીટરની ઉંચાયથી અલગ અલગ ડાઈવીંગ કરશે.અંતમાં ઉમેશ રાજ્યગુરૂ એ જણાવેલ હતું કે, રાજકોટની ખેલ પ્રેમીઓ અને રાજકોટના પ્રેસ મીડીયા ઇલેક્ટ્રિક મીડિયા અને પત્રકારોને પણ આ સ્પર્ધા નિહાળવા બાળકો સાથે આવે અને તરણ સ્પર્ધા અને તરણ સ્પોર્ટ્સ માટે નવી જાગૃતિ આવે અને પોતાનું બાળક સ્વિમિંગ પ્રત્યે આકર્ષિત થાય અને પ્રેરણા મળે તેમ જણાવ્યું છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here