‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ મહોત્સવ…

‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ મહોત્સવ...
‘ત્રિકોણબાગ કા રાજા’ ગણપતિ મહોત્સવ...

તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકાશે

22 માં વર્ષે ગજાનન ઉપાસક જીમ્મી અડવાણીનું બેનમુન આયોજન

મંગલમૂર્તિ મહોત્સવના 10 દિવસ દરમ્યાન સામાજિક સદ્ભાવનાના દર્શન કરાવતા ધર્મ અને સંસ્કૃતિ કાર્યક્રમોની હારમાળા

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવનો આગામી તા.10 ને શુક્રવારથી શહેરનાં ત્રિકોણબાગ ખાતે કોવિડ- 19 ગાઈડલાઈનની સંપૂર્ણ શિસ્ત સાથે આરક્ષિત વિશાલ સુશોભિત પરિસરમાં મંગલ પ્રારંભ થશે.

પ્રથમ દિવસે સવારે 10:30 વાગ્યે ત્રિકોણબાગ ચોક ખાતેનાં પંડાલમાં પ્રસ્થાપિત થનાર ગણેશજીની મૂર્તિ અજાણતા-ઈલોરાની શિલ્પકલા રૂતીની ઝાંખી કરાવે એવી ઈલે-ટ્રેન્ડલી મનમોહક મૂર્તિ અનુપમ અને ભાવવાહી છે.

Visit Saurashtra Kranti Homepage here

ત્રિકોણબાગ કા રાજા ભવ્ય રાજમહેલનાં દ્વારે પ્રસન્ન મુદ્રામાં બેઠેલા દ્રશ્યમાન થશે. ગણપતિનું આ દિવ્ય દર્શન ભાવિકોને સુખદ અનુભૂતિ કરાવશે. આ મહાકાય મૂર્તિને હિરા-મોટી અને વસ્ત્રલંકારોથી શણગારીને રંગબેરંગી રોશનીમાં ઝળહળશે. ગણપતિનું આવું અલભ્ય દર્શન ગુજરાતમાં ક્યાંય જોવા નહીં મળે.

ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચાર સાથે પ્રસ્થાપિત થનાર આ વંદનીય અને દર્શનીય મૂર્તિની ગણપતિ મહોત્સવનાં 10 દિવસ દરમ્યાન દરરોજ સવાર-સાંજ તમામ ધર્મ, સંપ્રદાયનાં સન્માનીય સંતો, સામાજિક અને રાજકીય પક્ષનાં આગેવાનો, વિવિધ ક્ષેત્રોનાં મહાનુભાવો તથા ભાવિકજનોને સમુદાય દરરોજ એક મંચ ઉપર પંડિતો દ્વારા લાઈવ પૂજા-આરતી કરશે.

Read About Weather here

ત્રિકોણબાગ કા રાજા ગણપતિ મહોત્સવ 2021 નાં સમગ્ર આયોજનને સફળ બનાવવા સાર્વજનિક ગણેશ પાટડિયા, સંજય રાંક, નિલેશ ચૌહાણ, અભિષેક કણસાગરા, બીપીનભાઈ મકવાણા, ભરત રેલવાણી, દિલીપ પાંધી, ધવલ કાચા, ધવલ અડવાણી, વંદન ટાંક, કમલેશભાઈ, રાજન દેસાણી, ભરત મકવાણા, નાગજીભાઈ બાંભર, પ્રકાશ જીંજુવાડીયા, હર્ષ રાણપરા, હાર્દિક વિઠ્ઠલાણી, કિસન સિધ્ધપુરા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.(1.12)


ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો રસથાળ

તા.11 ને શનિવારે ભવ્ય હાસ્ય દરબાર
તા.12 ને રવિવારે મહારકતદાન શિબિર, મેજીકલ મ્યુઝિક નાઈટ
તા.13 ને સોમવારે શિવ આરાધનનો કાર્યક્રમ
તા.14 ને મંગળવારે કસુંબીનો રંગ કાર્યક્રમ
તા.15 ને બુધવારે કલાકારોનો લોકડાયરો
તા.16 ને ગુરૂવારે શ્રીનાથજી સત્સંગ
તા.17 ને શુક્રવારે સંગીતમય ઓમકાર આરતી
તા.19 ને રવિવારે સવારે 10-30 વાગ્યે પૂર્ણાહુતિ પૂજન

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here