ત્રાસથી કંટાળી 17 વર્ષીય તરૂણીનો આપઘાતનો પ્રયાસ

ત્રાસથી કંટાળી 17 વર્ષીય તરૂણીનો આપઘાતનો પ્રયાસ
ત્રાસથી કંટાળી 17 વર્ષીય તરૂણીનો આપઘાતનો પ્રયાસ

રાજકોટમાં ડ્રગ્સ પેડલર બેફામ
કેફી પર્દાથોની હેરફેર કરતી મહિલા અને બોયફ્રેન્ડ ડ્રગ્સ વેચવા દબાણ કરતા હોવાનો ધડાકો: ત્રણ વખત ધરાર ડ્રગ્સ આપી ગયા બાદ મહિલાએ બ્લેક મેઇલ શરૂ કરતા તરૂણીએ ફિનાઇલ પીધુ

રાજકોટમાં નશીલા પદાર્થોની હેરફેર કરતા ડ્રગ્સ માફિયા અને ટોળકીના સાગરીતો એટલા બધા બેફામ બની ગયા છે તેનો એક વધુ ચોકાવી દેનારૂ ઉદાહરણ સામે આવ્યું છે. પોલીસે ભીંસ વધાર્યા છતાં ડ્રગ્સ પેડલર બેફામ બની ગયા છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે રાજકોટમાં આવી જ એક ડ્રગ્સ હેરફેર કરતી અને વેચાણ કરતી મહિલાના ત્રાસથી કંટાળી જઇને 17 વર્ષની વયની એક સગીરાએ ફિનાઇલ ગટગટાવી આપધાતનો પ્રયાસ કર્યાનું પોલીસમાં નોંધાતા શહેરભરમાં સનસનાટી પ્રસરી ગઇ છે.

પોલીસની ભીંસ અને દબાણનું કોઇ પરીણામ આવ્યું નથી. તેના પુરાવા રૂપ આ ઘટનાથી શહેરમાં ભારે ચર્ચા જાગી છે.

પોલીસમાં નોંધાયેલી હકીકતો અનુસાર યુનિવર્સિટી રોડ પર રહેતી 17 વર્ષની સગીરાએ ફિનાઇલ પી લેતા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાં પોલીસની તપાસ દરમ્યાન નવો ઘડાકો થયો હતો.

ડ્રગ્સ પેડલર મહિલા અને તેના ભાગીદારના ત્રાસ અને ધાકધમકીને કારણે સગીરાએ આપધાતનો પ્રયાસ કર્યાનું જાહેર થયું હતું. યુનિવર્સિટી પોલીસે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસમાં જાહેર થયા મુજબ અગાઉ પીડિત સગીરાનો પરિવાર ઘંટેશ્ર્વર વિસ્તારમાં રહેતો હતો ત્યાં સગીરા બ્યુટીપાર્લર ચલાવી હતી. છેલ્લા બે મહિનાથી તેનો પરિવાર યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસે ભાડેથી રહેતો હતો.

અહીં તેના બ્યુટી પાર્લરમાં એક દિવસ એક મહિલા આવી ચડી હતી. બ્યુટી ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ મહિલાએ તેના પર્સમાંથી વસ્તુ કાઢવા સગીરાને પર્સ આપ્યું હતું. સગીરાએ પર્સમાંથી એક પડીકા જેવું બહાર કાઢતા જ મહિલાએ સગીરાનો ફોટો પાડી લીધો હતો.

બાદમાં મહિલાએ ધમકી આપી હતી કે, આ પડિકામાં નશીલા પદાર્થો છે મેં તારો ફોટો પાડી લીધો છે. હવે તારે ત્યાં જે લોકો આવે તેને તારે મારા આપેલા પડિકા આપી દેવાના રહેશે. આપી ધમકી આપી એ ત્રણવાર આવી ધમકી આપી ગઇ હતી.

ગઇકાલે રાત્રે પણ મહિલા એ એક છોકરાને મોકલ્યો હતો જે ડ્રગ્સનું પાર્સલ લઇને આવ્યો હતો અને ચોક્કસ જગ્યાએ પહોંચાડવાનું કહયું હતું. સગીરાએ ના કહેતા તે ધમકી આપીને ચાલ્યો ગયો હતો.

Read About Weather here

ડરતા-ડરતા રાત વિતાવી દેનાર સગીરાએ સવારે ફિનાઇલ પી લીધુ હતું. પીઆઇ એ.એસ.ચાવડાની રાહબરીએ પોલીસે તપાસ હાથ ધરી છે.(2.11)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here