’તું વેતા વગરની છો, તારી માએ કઈ શીખવાડ્યું નથી: રાજકોટમાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ (25)

7
રવિવારે રાજકોટ
રવિવારે રાજકોટ

Subscribe Saurashtra Kranti here.

પતિ કહેતો હતો કે, તું મને જરાય ગમતી નથી. મારા મમ્મીના કહેવાથી મેં લગ્ન કર્યા છે

રાજકોટ શહેરમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સાસુ-સસરા અને દિયર સામે શારીરિક-માનસિક ત્રાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. “તું વેતા વગરની છો, તારી માએ કંઈ શીખવાડ્યું નથી,” તેમ કહી સાસરિયાના લોકો ત્રાસ આપતા હોવાનું પરિણાતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

રાજકોટ શહેરના મહિલા પોલીસ મથકમાં વધુ એક પરિણીતાએ પોતાના પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી છે. શહેરના મોરબી રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતા હર્ષાબેન ધર્મેશભાઈ માલણ નામની પરિણીતાએ રણુજા મંદિર સામે કૈલાશ પાર્કમાં રહેતા પતિ ધર્મેશભાઈ સાસુ મીનાબેન સસરા રમણીકભાઈ તેમજ દિયર તેજસભાઈ સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું છે કે, મારા બીજા લગ્ન ૨૨ નવેમ્બરના રોજ થયા હતા. લગ્ન થયાના ત્રણ મહિના બાદ હું પ્રેગ્નન્ટ થઈ હતી. તે સમયે મારા સાસુ કહેતા હતા કે, “તું વેતાં વગરની છો. તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી. બીજી તરફ મારો પતિ કહેતો હતો કે, તું મને જરાય ગમતી નથી. મારા મમ્મીના કહેવાથી મેં લગ્ન કર્યા છે.”

પરિણીતાની ફરિયાદ પ્રમાણે તેનો પતિ દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો. દારૂ પીધા બાદ તે મારપીટ કરતા હતો. એટલું જ નહીં, દારૂ પીને મહિલાને ઘર બહાર પણ કાઢી મૂકતો હતો. જે બાદમાં મહિલા આડોશ-પડોશના ઘરે જતી રહેતી હતી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, શ્રીમંત બાદ સિઝેરિયનથી દીકરાનો જન્મ થતાં તેને એક મહિનો જ માવતર રહેવા દીધી હતી. ત્યાર બાદ ફરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું.

Read About Weather here

મને જમવાનું પણ આપતા નહીં. મારા સાસુ મારા દીકરા તક્ષને લઇ જતા રહૃાા હતા. જેના કારણે મેં ૧૮૧ની ટીમને બોલાવી હતી. ત્યારબાદ મારા પતિને પણ ફોનથી બોલાવવામાં આવ્યો હતો પરંતુ તે આવ્યો ન હતો. મારા દીકરાને આપવાની ના પાડી દેતાં અંતે મારે ફરિયાદ નોંધાવવાની ફરજ પડી છે,” તેમ પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here