તિરૂપતિમાંથી નશાયુકત ચોકલેટનાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ

તિરૂપતિમાંથી નશાયુકત ચોકલેટનાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ
તિરૂપતિમાંથી નશાયુકત ચોકલેટનાં જથ્થા સાથે ઝડપાયેલા શખ્સને રિમાન્ડ પર લેવા તજવીજ

સી.આઈ.ડી ક્રાઈમની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડી બિહારી શખ્સને દબોચી લઇ રૂ.80 હજારની 182 કિલો ચોકલેટનો જથ્થો કબજે કર્યો

ગુજરાત ભરમાં નશાકારક ચીજવસ્તુનું વેચાણ થતું હોવાની હકીકત બહાર આવતા સરકાર દ્વારા પોલીસની જુદી-જુદી બ્રાન્ચોને આદેશ કરી નશાકારક પદાર્થનું વેચાણ કરતા ઇસમોને પકડી પડવાના આદેશના પગલે સી.આઈ.ડી ક્રાઈમની ટીમે ગત અઠવાડિયે ભક્તિનગર વિસ્તારમાં આવેલી ભોજલરામ સોસાયટીમાં દરોડો પાડી વિપ્ર શખ્સને ગાંજાનાં જથ્થા સાથે આજીડેમ પોલીસને ઉંઘતી રાખી સી.આઈ.ડી ક્રાઈમ બ્રાંચની ટીમે કોઠારીયા રોડ પર આવેલ તિરૂપતિ રોડ પર આવેલ તિરૂપતિ સોસાયટીમાંથી બિહારી શખ્સને દબોચી લઇ રૂ. 80 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે કબ્જો આજીડેમ પોલીસને સોંપવામાં આવ્યો છે.

Subscribe Saurashtra Kranti here

કોઠારીયા મેઈન રોડ પર આવેલા બ્રહ્માણી હોલ પાસે આવેલી તિરૂપતિ સોસાયટીમાં રહેતો રાજેન્દ્રપ્રસાદ વિષ્ણુપ્રસાદ ગુપ્તા (ઉ.વ.27) નામનો બિહારી શખ્સે ગાંજા યુક્ત ચોકલેટનો જથ્થો મંગાવી વેચાણ કરતો હોવાની બાતમીનાં આધારે સી.આઈ.ડી ક્રાઈમની ટીમે સ્થાનિક પોલીસ આજીડેમને ઉંઘતી રાખી રેડ કરી તિરૂપતિ સોસાયટીમાં રહેતા રાજેન્દ્રપ્રસાદ ગુપ્તાની ધરપકડ કરી રૂ.80 હજારની કિંમતનો 182 કિલો ગાંજા યુક્ત ચોકલેટનો જથ્થો કબ્જે કર્યા હતા.

Read About Weather here

 તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે, આ નશાકારક ચોકલેટનો જથ્થો તેને બિહારથી ટ્રાન્સપોર્ટમાં મંગાવ્યો હોવાની કબુલાત આપી હતી. બનાવબાદ સી.આઈ.ડી ક્રાઈમની ટીમે આજ્કીદેમ પોલીસમાં શખ્સ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસ મંથકનાં પી.આઈ વી.જે.ચાવડા રાઈટર જાવેદભાઈ સહિતનાં સ્ટાફે વધુ તપાસ હાથ ધરી નશાયુકત ચોકલેટ સાથે ઝડપાયેલા શખ્સને 10 દિવસનાં રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here