તિરૂપતિનગર અને માધાપર ચોકડી પાસે સમડી ઝળકી

ગુજરાતમાં ભાજપની ‘જન આશિર્વાદ યાત્રા’નો આજથી પ્રારંભ
ગુજરાતમાં ભાજપની ‘જન આશિર્વાદ યાત્રા’નો આજથી પ્રારંભ

70 વર્ષનાં વૃદ્ધ અને ૬૨ વર્ષના વૃદ્ધાને સમડીએ નિશાન બનાવી બે સોનાના ચેઈનની ચીલઝડપ કરી હવામાં ઓગળી જતા પોલીસે તપાસ હાથ ધરી

શહેરના રૈયા રોડ પર આવેલા તિરૂપતિનગર અને માધાપર ચોકડી પાસે રેલ્વે બ્રિજ નીચે આવેલી શિવરંજની સોસાયટીમાં સમડીએ બે વયો વૃધ્ધ વ્યક્તિઓને બનાવી બે સોનાનાં ચેઈન ની ચીલઝડપ કરી હવામાં ઓગળી જતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Subscribe Saurashtra Kranti here

આ અંગેની વિગત મુજબ રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે આવેલા તિરૂપતિ નગરમાં રહેતા ચંદ્રકાન્તભાઈ લોહાણા (ઉ.વ.70) નામના વૃદ્ધ આજે સવારે તેઓ શેરી .૨ પાસેથી ચાલીને જતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઇસમ ચાલીને આવી વૃધ્ધને સરનામું પુન્છવાના બહાને ઉભા રાખી તેના ગળામાં જોટ મારીરૂ.૬૦ હજારની કિમતનો સોનાનો બે તોલાનો ચેઈનની ચીલઝડપ કરી નાસી જતા લોહાણા વૃધ્ધે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Read About Weather here

જયારે અન્ય એક બનાવમાં માધાપર ચોકડી પાસે મોરબી રોડ બાયપાસ રોડ પર આવેલા રેલ્વે બ્રિજ નીચે શિવરંજની સોસાયટીમાં રહેતા મધુબેન વાંક (ઉ.વ.૬૨)નામના વૃધ્ધા પોતે ચાલીને જતા હતા ત્યારે એકટીવામાં આવેલા અજાણ્યા શખ્સે પાછળથી આવી ગળામાં પહેરેલો સવા તોલાનો સોનાનો ચેઈન કિમત રૂ.૪૦ હજારનો ચીલઝડપ કરી નાસી જતા ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે બનાવના પગલે પી.એસ.આઈ જનકસિંહ રાણા સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here