તા.21મીથી ‘વર્ક ટુ રુલ’ અને ‘અસહકાર’ના આંદોલનની ચીમકી

તા.21મીથી 'વર્ક ટુ રુલ' અને 'અસહકાર'ના આંદોલનની ચીમકી
તા.21મીથી 'વર્ક ટુ રુલ' અને 'અસહકાર'ના આંદોલનની ચીમકી

પીજીવીસીએલમાં 90 થી વધારે જુનિયર ઈજનેર-ચીફ ઈજનેરની જગ્યા ખાલી

પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવા જીબીઆઈ દ્વારા રજૂઆત

જીઈબી એન્જિીનિયર એસોસી એશન દ્વારા મેનેજીંગ ડિરેકટરને લેખીતમાં રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલ પીજીવીસીએલ માં 90 થી વધારે જુનિયર ઇજનેરથી ચીફ ઇજનેર સુધીની જગ્યાઓ ખાલી છે. જીબીઆ દ્વારા આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇપણ પ્રકારની પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવેલ નથી.

તમામ સર્કલમાં મોટા પ્રમાણમાં લાંબા સમયથી ઈજનેરોની ખાલી જગ્યાઓને કારણે હયાત ઈજનેરો પર કામનું ભારણ અતિશય વધી ગયેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જી.યુ.વી.એન.એલ.દ્વારા પીજીવીસીએલ માટે જે 67 જુનિયર ઇજનેર તથા નાયબ ઇજનેરની પોસ્ટ મંજુર કરવામાં આવેલ છે, તે જગ્યાઓને પીજીવીસીએલના સર્વાગી વિકાસ માટે એ એયટી વીજ જોડાણની અતિભારે કામગીરી વાળા ડીવીઝનની મીટર ટેસ્ટીંગ લેબમાં નાયબ ઇજનેરની જગ્યા એપગ્રેડ કરી તાત્કાલિક ભરવી તેમજ સોલાર રૂફટોપની અરજીઓની સંખ્યાના આધારે સબ ડીવીઝન ડીવીઝનમાં નવી જગ્યાઓ મંજુર કરી તાત્કાલિક ભરવી.

ઇજનેરોનાં સર્કલ ચેન્જના બદલીના કિસ્સામાં લાંબા સમયથી ઓર્ડર આવ્યા છતાં પુરા આવતા નથી તેઓને તાત્કાલિક છુટા કરવા. માત્ર નામી અનામી અરજીના આધારે કારણદર્શક નોટીસ આપી ઇજનેરોને પ્રમોશનથી વંચિત રાખવામાં આવે છે.

તેમજ ઇજનેરોની નિવૃત્તિ વખતે તેઓના નિવૃત્તિ વખતની મરણમૂડીના નાણાં પરિપત્રોના ખોટા અર્થ ઘટન કરીને રોકવામાં આવે છે. જેને જીબીયા સખત શબ્દો વખોડે છે.

Read About Weather here

ઉપરોક્ત મુદ્દાઓનું પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા હકારાત્મક નિરાકરણ કરી અમલ કરવામાં નહી આવે તો જીબીઆ દ્વારા ના છૂટકે આગામી તા. 21 થી ‘વર્ક ટુ રુલ’ અને ‘અસહકારના અંદોલન’ની અમલવારી ચાલુ કરવાની ફરજ પડશે. જેની ગંભીર નોંધ લેશો. તેમ જણાવ્યું છે.(1.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here