તા.19 થી સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ

આજથી ચોમાસુ સત્ર: ખેડૂતો-કોરોના-મોંઘવારી મુદ્દે વિપક્ષ બઘડાટી બોલાવશે
આજથી ચોમાસુ સત્ર: ખેડૂતો-કોરોના-મોંઘવારી મુદ્દે વિપક્ષ બઘડાટી બોલાવશે

કોરોના મહામારી, મોંઘવારી, લવ જેહાદના કાયદા, યુપીના વસ્તી નિયંત્રણ કાયદા જેવા મુદ્ાઓ પર વિરોધ પક્ષો જોરદાર હોબાળો મચાવે તેવી શકયતા
23 ઓગષ્ટે પુરૂ થશે, સ્પીકર ઓમ બિરલાની જાહેરાત
વસ્તી નિયંત્રણ, કોરોના, મોંઘવારીના મુદ્ે ધમાલનો સંભવ

આગામી તા.19 જુલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઇ રહયું છે. એવી આજે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ જાહેરાત કરી હતી. સંસદનું ચોમાસુ સત્ર અનેક મુદ્ાઓને લઇને ધાંધલ, ધમાલ ભર્યુ બની રહેવાની શકયતા છે.

Subscribe Saurashtra Kranti here

ખાસ કરીને કોરોના મહામારી, મોંઘવારી, લવ જેહાદના કાયદા, યુપીના વસ્તી નિયંત્રણ કાયદા જેવા મુદ્ાઓ પર વિરોધ પક્ષો જોરદાર હોબાળો મચાવે તેવી શકયતા છે. સંસદનું ચોમાસુ સત્ર 23મી ઓગષ્ટે પરીપુર્ણ થશે.

કુલ 40 જેટલા મહત્વના ખરડા અત્યારે પેન્ડીંગ છે. એમાંથી કેટલા ખરડા સંસદમાં મુકાય છે અને પસાર થાય છે એ હવે નક્કી થશે. દરમ્યાન વિરોધ પક્ષો યુપીના વસ્તી નિયંત્રણ ખરડા, કોરોના પરિસ્થિતિ, બેફામ મોંઘવારી અને ધર્માતરણ કાયદા વિશે મોદી સરકારને ભીંસમાં લેવાની તૈયારીઓ કરી રહયા છે.

આ મુદ્ાઓ પર વિપક્ષના આક્રમણની તૈયારી જોતા સત્ર ભારે તોફાની બની રહેવાની સંભાવના છે. દરમ્યાન વસ્તી નિયંત્રણ અને સમાન સિવિલ કોડ અંગે ખાનગી સભ્યના ખરડા રજૂ કરવાની ભાજપની પેરવીથી ધમાલ મચી જવાની શકયતા છે.

લોકસભામાં યુપીમાંથી ચૂંટાયેલા ભાજપના સભ્ય રવિ કિશન અને રાજય સભામાં નિયુકત થયેલા ભાજપના નેતા અને રાજસ્થાનના કિરોડીલાલ મીણા આ ખરડા રજૂ કરવાની તૈયારી કરી રહયા છે. જેના કારણે સંસદમાં ઉહાપોહ થશે.

સંસદમાં મંત્રી સિવાય જે ખરડા મુકાય એ ખાનગી સભ્ય બિલ ગણાય છે એ મોટા ભાગે પસાર થતા હોવાના સંસદીય ઇતિહાસમાં બહુ દાખલા નથી. આ ખરડા રજૂ કરવાથી માત્ર મુદ્ો ચગ્ગાવાનો લાભ મળતો હોય છે.

Read About Weather here

ખરડા રજૂ કરવા માટે બન્ને સભ્યોએ નોટીશ આપી દીધી છે. સંસદમાં અત્યાર સુધીમાં આવા માત્ર 14 ખાનગી ખરડાને મંજુરી મળી છે. 1970 પછી તો એકેય પ્રાઇવેટ સભ્ય ખરડો પસાર થયો નથી.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here