તા. 15 સુધી ભયાનક ગરમી-લૂની ચેતવણી

યુરોપમાં 1500 લોકોના મોત
યુરોપમાં 1500 લોકોના મોત
ચાર-પાંચ દિવસની રાહત બાદ દેશના અનેક ભાગોમાં ફરી વખત કાળઝાળ ગરમીનો પ્રકોપ શરુ થઇ ગયો છે. અને તે પાંચ દિવસ યથાવત રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.હવામાન વિભાગના રીપોર્ટ પ્રમાણે દેશના ઉતર પશ્ર્ચિમ તથા મધ્યના રાજ્યો-ક્ષેત્રોમાં ભયંકર ગરમી પડવાની શક્યતા છે. પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીનો રાઉન્ડ ચાલશે. અને તે દરમ્યાન આકરી લૂ લોકોને અકળાવશે.પૂર્વ ભારતમાં જો કે, તાપમાનમાં વધારો થવાની શક્યતા ઓછી છે પરંતુ ત્યારબાદ પારો વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજસ્થાનમાં તાપમાનનો પારો 44થી 46 ડીગ્રીની રેન્જમાં રહી શકે છે.મધ્યપ્રદેશમાં પણ આકરા તાપની સ્થિતિ રહેશે. દિલ્હી, હરિયાણા, પંજાબમાં પણ 15મી સુધી ભયાનક ગરમી પડવાની શક્યતા છે. પાટનગર દિલ્હીમાં પારો 44 ડીગ્રી સુધી પહોંચી શકે છે. 16 મેથી વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સર્જાશે. અને વાદળો છવાતા આંશિક રાહત મળશે.

Read About Weather here

ઉતરપ્રદેશ, બિહાર, ઝારખંડ તથા છતીસગઢમાં અસાની વાવાઝોડાની અસરે છાંટાછુટી તથા હળવો વરસાદ થતા તાપમાનમાં આંશિક રાહત છે. આવતીકાલ સુધી વરસાદની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ગુજરાત-રાજસ્થાનના અનેક ભાગો ઉપરાંત વિદર્ભ, મરાઠાવાડા જેવા મહારાષ્ટ્રના ક્ષેત્રો અને મધ્યપ્રદેશ તથા હરિયાણામાં ભયાનક ગરમી-લૂની ચેતવણી આપી છે.14મીથી બે દિવસ ફરી ગરમીજોર દેખાડશે. અસાની વાવાઝોડુ નબળુ પડતા તેની અસર ધીમી પડશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here