‘તાઉ તે’ વાવાઝોડાના પગલે રાજકોટમાં વૃક્ષો ધરાશાયી : છાપરા ઉડ્યા

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ‘તાઉ તે’ વાવાઝોડું ત્રાટકતા ભારે પવન સાથે વરસાદ પડત ભારે તારાજી સર્જાઈ છે. જો કે જાનહાની ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટમાં ૭૦ કી.મી.ની ઝડપે પવન ફૂંકાવાના કારણે અમીનમાર્ગ, રાજનગર ચોક, આત્મીય ચોંક, વિજય પ્લોટ, અમીન રોડ, ગુરુપ્રસાદ ચોંક, ગોંડલ રોડ, ડી માર્ટ પાસે, રૈયા ટેલીફોન એક્શચેન્જ, અમીન માર્ગ, જંકશન પ્લોટ, રેષકોર્ષ, ગાંધીગ્રામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, શાસ્ત્રી મેદાન, સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારમાં નાના મોટા 16 જેટલા વૃક્ષો ધરાશાહી થયાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમો દોડી ગઈ હતી.

‘તાઉ તે’ વાવાઝોડાના પગલે રાજકોટમાં વૃક્ષો ધરાશાયી : છાપરા ઉડ્યા રાજકોટ

Read About Weather here

‘તાઉ તે’ વાવાઝોડાના પગલે રાજકોટમાં વૃક્ષો ધરાશાયી : છાપરા ઉડ્યા રાજકોટ

રાત્રીના વૃક્ષોને કટીંગ કરીને ગાર્ડન શાખાને જાણ કરી હતી. ગાર્ડન શાખાની ટુંકડીએ વૃક્ષોને ટ્રેકટરમાં નાંખી જુદા-જુદા સ્મશાનોમાં કટીંગ માટે મોકલી દીધા હતા. જયારે ભરે વરસાદના કારણે કાચા મકાનોના છાપરા-નળિયા ઉડીને તૂટી ગયા હતા. જો કે ૨૪ કલાક સુધી કોઈ જાનહાની નહી થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયરબ્રિગેડમાંથી ફરીયાદ મળતાની સાથે સતત ફાયરફાઈટરો દોડતી રહી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here