‘તાઉ-તે’ની ટક્કરથી સૌરાષ્ટ્ર પાણીથી તરબતર

13
સૌરાષ્ટ્ર પાણીથી તરબતર
સૌરાષ્ટ્ર પાણીથી તરબતર

ઠેર-ઠેર રસ્તાઓ અને લત્તાઓમાં પાણી ભરાયા: ચોમાસાના આગમન પહેલા લોકોને ભીંઝાવવાનો મોકો

સૌથી વધુ બગસરામાં નવ ઇંચ, ઉના અને ગીરગઢડામાં સાત-સાત ઇંચ

સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ પડયાના અહેવાલો

સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરીયા કિનારે પુરી તાકાત અને ભયાનકતા સાથે ત્રાટકેલા તાઉ-તે ચક્રવાતી વાવાઝોડાની અસરથી સૌરાષ્ટ્રમાં ચોમાસા પહેલા ચોમાસા જેવું હવામાન સર્જાઇ ગયું હતું અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે મધ્યમથી ભારે વરસાદ પડયો હતો. અનેક શહેરો અને ગામો પાણીથી તરબતર થઇ ગયા હતા, એક થી નવ ઇંચ જેવો વરસાદ પડયાનું નોંધાયું હતું. સૌથી વધુ બગસરામાં નવ ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.

Subscribe Saurashtra Kranti here

બગસરામાં નવ ઇંચ ઉપરાંત ઉનામાં સાત ઇંચ, ગીરગઢડામાં સાત ઇંચ, પાલીતાણામાં છ ઇંચ, ઉમરગામમાં સાત ઇંચ, બાબરામાં પાંચ ઇંચ, અમરેલી અને મૌવામાં પાંચ-પાંચ ઇંચ, રાજુલામાં પાંચ ઇંચ અને ગઢડામાં ચાર ઇંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું હતું. સાવરકુંડલામાં સાત ઇંચ વરસાદ થયાનું નોંધાયું હતું જેના કારણે અનેક વિસ્તારોમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. નદી-નાળાઓમાં પાણીની આવક થઇ હતી. ગઇ આખી રાત વરસાદી વાતાવરણ રહયું હતું આજે મંગળવારે પણ સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર ઝાપટાથી માંડીને મધ્યમ વરસાદ પડયાના અહેવાલો મળ્યા હતા.

Read About Weather here

ભારે તેજ ગતી સાથે પવન ફુંકાતો રહયો હતો. કોડીનાર, ઉના, ભાવનગર, જાફરાબાદ, અમરેલી, રાજકોટ વગેરે વિસ્તારોમાં મંગળવારે દિવસે પણ વરસાદી હવામાન યથાવત રહયું હતું અને પ્રતિ કાલક 80 થી 100 કિલો મીટરની ઝડપે પવન ફુંકાતો રહયો હતો. કોઇ જાનહાની થયાના અહેવાલો નથી પણ કાચા મકાનો અને ઝુંપડાને નુકશાન થયાના અહેવાલ છે. વિજ પુરવઠો મુખ્ય શહેરોમાં મોટા ભાગે યથાવત રહયો હતો રાજકોટમાં ગઇકાલે રાત્રે પણ મોટાભાગના વિસ્તારોમાં વિજ પુરવઠો જાળવી રાખવામાં પીજીવીસીએલને સફળતા મળી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાતમાં ‘તાઉ-તે’નું તાંડવ
Next articleરાજકોટમાં ‘તાઉ-તે’ની ઇફેકટ