તહેવારો પર આમ જનતાને જબરો ફટકો, એલપીજી ગેસમાં રૂ.25નો ભાવ વધારો 4

તહેવારો પર આમ જનતાને જબરો ફટકો, એલપીજી ગેસમાં રૂ.25નો ભાવ વધારો 4
તહેવારો પર આમ જનતાને જબરો ફટકો, એલપીજી ગેસમાં રૂ.25નો ભાવ વધારો 4

રાતો રાત રાંધણ ગેસના ભાવો વધારી દેવાતા એક બાટલાની કિંમત થઇ રૂ.878: મહિલાઓમાં જબરો દેકારો, ચારે તરફ વાગી રહયા છે મોંઘવારીના ડાકલા: લોકો હેરાન પરેશાન

કોરોનાની મહામારીએ લગાવેલા આર્થીક ફટકાની હજુ કળ વળી નથી અને જનજીવન ધીમેધીમે માંડમાંડ વ્યવસ્થીત થઇ રહયું છે ત્યાં આમ જનતાને બીજો એક મોટો આંચકો લાગ્યો છે અને રસોડા માટે અતિ જરૂરી એલપીજીના ભાવમાં એકાએક રૂ.25નો આકરો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પરીણામે આમ જનતામાં જબરા રોષ અને આક્રોશની લાગણી પેદા થવા પામી છે.

Visit Saurashtra Kranti Homepage here

કેન્દ્ર સરકારે રાતોરાત ભાવ વધારી દીધા હોવાથી રાંધણ ગેસના બાટલાનો ભાવ રૂ.878 જેવો થઇ ગયો છે. તહેવારોની સીઝન માથા પર આવી ગઇ છે. ઉપવાસનો પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહયો છે. ત્યારે મહત્વની અને આવશ્કય ચીજ-વસ્તુઓના ભાવ જ ફાટીને ધુમાડે જઇ રહયા છે. લાખો પરીવારોના બજેટ અસ્ત વ્યથ થઇ જતા ગૃહિણીઓમાં દેકારો બોલી ગયો છે.

જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા 8 મહિનામાં જ રાંધણ ગેસના બાટલાના ભાવમાં રૂ.165.50 જવો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. આટલા ભાવ વધારાથી મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરીવારો માટે રસોડાનો ચુલો ચાલુ રાખવાનું પણ વધુને વધુ મુશ્કેલ બની ગયું છે.

આમ જનતા મોંઘવારીથી તોબા પોકારીને સવાલો પુછી રહયો છે કે, સામાન્ય માણસ કઇ રીતે જીવી શકે? ખાવા પીવાની તમામ ચીજોના ભાવ આકાશને આંબી રહયા છે. જરૂરીયાત વાળી બાધી જ વસ્તુઓ મોંઘી દાટ બની ગઇ છે. આમા રોટલો ખાવો કઇ રીતે.

એમાય રાંધણ ગેસના ભાવમાં ઓચીંતા રૂ.25 જેવો વધારો કરી દેવાયો હોવાથી લોકો સખત રીતે નારાજ થઇ ગયા છે અને ભારે રોષ વ્યકત કરી રહયા છે. ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે 14 કિલો ગ્રામ વાળા રાંધણ ગેસ બાટલાના ભાવમાં કોઇ ફરેફાર કરાયો ન હોતો. ગઇકાલે મોડી રાત્રે અચાનક રૂ.25નો વધારો ઝીંકી દેવાયો છે. આથી 14 કિલો વજનનો બાટલાનો ભાવ જે રૂ.853 હતો તે વધીને રૂ.878 થઇ ગયો છે.

Read About Weather here

આની સામે કોર્મ્શીયલ બાટલાના ભાવમાં રૂ.5નો મામુલી ઘટાડો કરાયો છે. તેનો ભાવ રૂ.1650થી ઘટીને રૂ.1645 થયો છે. રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારાનું વિષ ચક્ર ચાલી રહયું છે અને આ બુલડોઝરની કોઇ બ્રેક જ રાખવામાં આવી નથી. તેની ગવાહી આ આંકડા આપે છે. આ વર્ષે જાન્યુઆરીમાં રાંધણગેસના બાટલાનો ભાવ રૂ.707 હતો અને 8 મહિનામાં કુદકે ને ભુસ્કે વધીને રૂ.878ની સપાટી પર પહોંચી ગયો છે.

બીજી તરફ સબસીડીના પણ કોઇ ઠેકાણા નથી. કેટલા ખાતામાં પહોંચી એ પણ નક્કી નથી. અત્યારે માત્ર રૂ.12.29 જેટલી સબસીડી આમ જનતા ગ્રાહકોને મળી રહી છે. તહેવારો પર કમસે કમ ભાવ વધારાને બ્રેક લગાડવામાં આવે એવું લોકો ઇચ્છતા હોય છે. પરંતુ લોકોની અપેક્ષાથી વિપરીત ભાવમાં ભડકો જ થઇ રહયો છે અને લાખો પરીવારો મુશ્કેલીમાં મુકાય ગયા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here