તળાજા નજીક અકસ્માત, ત્રણ ઘાયલ

તળાજા નજીક અકસ્માત, ત્રણ ઘાયલ
તળાજા નજીક અકસ્માત, ત્રણ ઘાયલ

શેત્રુંજીના પુલ પાસે છકડો અને કાર ધડાકાભેર અથડાયા

ભાવનગર જિલ્લાના તળાજા નજીકના શેત્રુંજી પુલનો ઢાળ આજે ફરી છકડો અને ફોરવહીલ વચ્ચે થયેલા અકસ્માતને લઈ રક્તરંજીત બન્યો હતો.છકડામાં સવાર ભાલર ગામના ત્રણ ક્ષત્રિય યુવાનોને ઈજાઓ થતાં પ્રાથમિક સારવાર આપી ભાવનગર વધુ સારવાર માટે લઈ જવાની ફરજ પડી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અકસ્માત અંગેની મળતી પ્રાથમિક વિગતો અનુસાર ભાલર ગામના ત્રણ યુવાનો નરેન્દ્રસિંહ તખુભા ગોહિલ, અનિરૂદ્ધસિંહ ભરતસિંહ ગોહિલ તથા ચેતનસિંહ સતુભા સરવૈયા છકડો લઈ શેત્રુંજી પુલનાઢાળ પરથી પસાર થતા હતા એ સમયે ફોરવહીલ નં.જીજે04એપી-3985 વચ્ચે અકસ્માત થતાં ગંભીર ઈજાઓ થવા પામી હતી.

Read About Weather here

અકસ્માત સમયે જ તળાજાના સેવાભાવી યુવાન રાજદીપસિંહ વાળા(અમૂલ) પસાર થતા હોય 108 ને ફોન કરી સારવાર અર્થે તળાજા રેફલર હોસ્પિટલ ખાતે ખસેડેલ. જ્યાં ફરજ પરના ડો.આર.એમ.રાજવી અને સ્ટાફ ગંભીર રીતે ઘવાયેલાને તાત્કાલિક પ્રથમીક સારવાર આપી ભાવનગર રીફર કરેલ હતી. અકસ્માતની જાણ થતાં ભાલર ગામના આગેવાનો બકુલસિંહ ગોહિલ, ગોબરભાઈ લાડવા સહિતના યુવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here