તમામ વેપારીઓ, કર્મચારીઓ 31 જુલાઇ સુધીમાં વેક્સિન ન લેતો વેપારી એકમો બંધ કરાશે

તમામ વેપારીઓ, કર્મચારીઓ 31 જુલાઇ સુધીમાં વેક્સિન ન લેતો વેપારી એકમો બંધ કરાશે
તમામ વેપારીઓ, કર્મચારીઓ 31 જુલાઇ સુધીમાં વેક્સિન ન લેતો વેપારી એકમો બંધ કરાશે

તા.19 જુલાઇથી 31 જુલાઇ સુધીના ગાળામાં વધુ કેટલીક હળવાશો જાહેર : કલેકટરનું નવું જાહેરનામું
આજથી વોટર પાર્ક અને સ્વિમીંગ પુલ પણ 60 ટકા કેપેસીટી સાથે ચાલુ કરવાની મંજૂરી

રાત્રી કફર્યુનો સમય યથાવત, સિનેમા, જીમ, ઓડિટોરીયમ વગેરે 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે
જાહેર બાગ-બગીચા રાત્રીના 9 સુધી ખુલ્લા, લગ્નમાં 150 મહેમાનોની હાજરી માટે છૂટ
પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટ શરૂ, નોન એસીમાં 100 ટકા અને એસીમાં 75 ટકા ક્ષમતાની છૂટ

તા.1 ઓગષ્ટની સવારના 6 સુધી નાં સમય ગાળા માટે કોવિડ પ્રોટોકોલમાં થોડી વધુ છુટછાટો જાહેર કરવામાં આવી છે એ મુજબ આજથી રાજયભરમાં અને રાજકોટ જિલ્લામાં વોર્ટર પાર્ક, સ્વીમીંગ પુલ, જીમ, સીનેમા, ઓડિટોરીયમ, એસેમ્બલી હોલ અને મનોરંજક સ્થળો પણ શરૂ થઇ જશે.

Subscribe Saurashtra Kranti here

તમામ વેપારીઓ, લારી-ગલ્લાવાળા, શોપીંગ કોમ્પલેસ, માર્કેટીંગ યાર્ડ, હેરસલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરા, અઠવાડીક ગુજરીબજાર, હાર્ટના તમામ માલીકો, સંચાલકો, કર્મચારીઓ અને વેપારી કામગીરી સાથે સંકળાયેલા તમામ વ્યકિતઓને તા.31 જુલાઇ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવા રાજકોટ જિલ્લા કલેકટરે આદેશ આપ્યો છે.

આજે બહાર પાડેલા નવા જાહેરનામાંમાં સ્પષ્ટ તાકિદ કરવામાં આવી છે કે, જો વેક્સિન નહીં લે તો આવા વાણિજય અને વેપારી એકમો ચાલુ રાખી શકાશે નહીં.
જિલ્લા કલેકટરનું જાહેરનામુ દર્શાવે છે કે, 60 ટકાની ક્ષમતા સાથે અને કોરોના પ્રોટોકોલના અમલ સાથે જીમ ચાલુ રાખી શકાશે.

પણ તમામ સંચાલકો, માલીકો અને કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો રહેશે. નહીંતર જીમ બંધ કરવા પડશે. જાહેર બાગ-બગીચા રાત્રે 9 સુધી જાહેર જનતા માટે ખુલ્લા રહેશે.

ગ્રંથાલયો ગાઇડલાઇનના પાલન સાથે ખોલી શકાશે અને 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકશે. આ કામગીરીમાં સંકળાયેલા તમામ કર્મચારીઓને અને સંચાલકોને 31મી સુધીમાં વેક્સિન લઇ લેવાની રહેશે.

નહીંતર લાયબ્રેરી ચાલુ રાખી શકાશે નહીં.ધો.9 થી પોસ્ટગ્રેજયુએટ સુધીના કોચીંગ કલાસ તેમજ તમામ પ્રકારની સ્પદ્યાતમક ભરતી અંગેની પરીક્ષા માટેના કોચીંગ સેન્ટર મહતમ 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. તેના પણ તમામ માલીકો, સંચાલકો, કર્મચારીઓએ વેક્સિનનો એક ડોઝ ઉપર દર્શાવેલી છેલ્લી તારીખ સુધીમાં લઇ લેવાનો રહેશે. શાળા-કોલેજો, અન્ય સંસ્થાઓને પ્રવેશ પરીક્ષા કે સ્પર્દ્યામક યા ભરતી પરીક્ષા કોરોના ગાઇડલાઇન મુજબ યોજી શકાશે.

પબલીક અને પ્રાઇવેટ ટ્રાન્પોટેશનમાં નોન એસી બસ સેવાઓ 100 ટકા ક્ષમતા સાથે અને એસી બસ સેવાઓ 75 ટકા ઉતારૂ ક્ષમતા સાથે ચલાવી શકાશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રી કફર્યુમાંથી મુકિત અપાઇ છે પણ તમામ ડ્રાયવર અને ક્ધડટરે વેક્સિનનો પહેલો ડોઝ લઇ લેવાનું અનિવાર્ય છે.

સ્ટેડીયમ, રમત-ગમત સંકુલમાં પ્રેક્ષકોની હાજરી વિના રમત-ગમત ચાલુ રાખી શકાશે. ભાગ લેનાર ખેલાડીઓ, સર્પોટ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ અનિવાર્ય રહેશે.

વોર્ટર પાર્ક અને સ્વીમીંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તમામ માલીકો, સંચાલકો, કર્મચારીઓએ વેક્સિનનો પ્રથમ ડોઝ નિયત સમય માર્યાદામાં લઇ લેવાનો રહેશે.

સ્પા સેન્ટરોને ખોલવાની છુટ અપાઇ નથી. સીનેમા હોલ ઓડિટોરીયમ, એસેમબલી હોલ, વગેરે મનોરંજક સ્થળો 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે અહીં પણ માલીકો, સંચાલકો અને સ્ટાફે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લેવાનો અનિવાર્ય છે.

લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળે 150 મહેમાનોની હાજરીની મંજુરી અપાઇ છે. જયારે અંતિમક્રિયા-દફનવિધિ માટે મહતમ 40 વ્યકિતઓની મંજુરી અપાઇ છે. તમામ રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ધાર્મીક કાર્યક્રમોમાં કોરોના નિયમના પાલન સાથે ક્ષમતાના 50 ટકા અથવા મહતમ 200 વ્યકિતની મર્યાદામાં હાજરીની છુટ અપાઇ છે.

Read About Weather here

તમામ જાહેર અને કામના સ્થળે ફેસ કવર, માસ્ક અને સામાજીક અંતરનું ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે. જાહેર સ્થળે થુંકી શકાશે નહીં અને પાન, ગુખકા, તબાકુંનું જાહેમાં સેવન કરી શકાશે નહીં. નવું જાહેરનામું તા.1 ઓગષ્ટને સવારે 6 સુધી અમલમાં રહેશે. નિયમભંગ કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here