તમામ પોલીસ સ્ટેશનમાં સીસીટીવી કેમેરા લગાડવા ગુજરાત હાઈકોર્ટનો આદેશ

SaurshtraKranti logo
પોલીસ અત્યાચારો રોકવા માટે દરેક પોલીસ મથકોમાં નાઈટ વિઝન સાથેનાં સીસીટીવી કેમેરા લગાડવા સુપ્રીમ કોર્ટે આપેલી ગાઈડલાઈન્સનો તાકીદે અમલ કરવા ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને તાકીદ કરી છે. સીસીટીવી કેમેરાનો 6- 6 મહિનાનો રેકર્ડ સાચવવાનો પણ અગાઉ સુપ્રીમે આદેશ આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હાઈકોર્ટમાં એક આંતર ધર્મીય લગ્ન કરનાર દંપતીની હેબીયસ કોર્પસ અરજી પર સુનવણી દરમ્યાન જસ્ટીસ સોનિયા ગોકાણી અને જસ્ટીસ મોના ભટ્ટે ગુજરાત પોલીસની ભારે ઝાટકણી કાઢી નાખી હતી અને સુપ્રીમનાં હુકમ મુજબ રાજ્યનાં તમામ પોલીસ સ્ટેશનમાં નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાડવા દરેક પોલીસ મથકને આદેશ આપવાનો સંબંધિત સતાવાળાઓને હુકમ કર્યો હતો.

જસ્ટીસ ગોકાણી અને ભટ્ટે જણાવ્યું હતું કે, અમે અપેક્ષા રાખીએ છીએ કે, રાજ્ય સરકાર સીસીટીવી કેમેરા લગાડીને શક્ય તેટલી જલ્દી સુપ્રીમ કોર્ટનાં આદેશનો અમલ કરશે. અદાલતે એવું પણ ઠરાવ્યું હતું કે, કોઈપણ પોલીસ અધિકારીને સંડોવતા પોલીસ અત્યાચાર કે દમનનાં બનાવની સૌપ્રથમ જિલ્લા પોલીસવડા કે પોલીસ કમિશનરને ફરજીયાત જાણ કરવી જોઈએ.

હાઈકોર્ટમાં અરજદારે એવી અપીલ કરી હતી કે, મારા પુત્રને કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવે. તેની અટકાયત સંપૂણપણે ગેરકાયદે છે. તેને છોડવામાં આવે.

જેથી કરીને એ જેની સાથે લગ્ન કરવા માંગે છે તે યુવતી સાથે એ લગ્નવિધિ પૂરી કરી શકે. પરંતુ હાલ આ મામલો ડીસ્ટ્રીકટ કોર્ટમાં હોવાથી હાલ કોઈ દરમ્યાનગીરી કરવાનું હાઈકોર્ટે નકારી કાઢ્યું હતું.

Read About Weather here

અગાઉ ગયા વર્ષે ડીકે બાસુ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ ગાઈડલાઈન બહાર પાડી હતી કે રાજ્યોએ દરેક પોલીસ સ્ટેશનોમાં સીસીટીવી કેમેરા લગાડી તેની નિયમિત  જાળવણી પણ ધ્યાન આપવું જોઈએ. 6-6 મહિનાનો ડેટા જાળવી રાખવો જોઈએ. કેમેરા બગડી જાય તો તેનું તાત્કાલિક મરામત કામ થવું જોઈએ. પોલીસ સ્ટેશનોના દરેક એન્ટ્રી અને એક્ઝીટ દરવાજા, લોકઅપ, કોરીડોર, પરસાળ, રીસેપ્શન વિસ્તાર, વોરંડા, ઇન્સ્પેકટરનાં રૂમ, પોલીસ મથકના હોલ અને પ્રાંગણમાં તેમજ વોશરૂમના દરવાજાની બહાર પણ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. દરેક કેમેરામાં નાઈટ વિઝનની સગવડ હોવી જરૂરી છે અને ઓડિયો અને વિડીયો બંને ફૂટેજ મેળવી શકાય તેવા કેમેરા હોવા જોઈએ. કમસેકમ 18 મહિનાનો રેકર્ડ હોવો જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here